Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

એપ્રિલમાં ર૮ કરોડની વીજચોરી ઝડપી લેતું પીજીવીસીએલઃ ૭૮ હજારમાંથી ૯ાા હજાર કનેકશનમાં ગેરરીતી

રાજકોટમાં શહેરમાં ૧૦૩૦-પોરબંદર-૧ર૬૪-જામનગર-૧૦૭૧-જૂનાગઢમાં ૧૧૦૦ કનેકશનમાં વીજચોરી ઝડપાઇ : રાજકોટ-જામનગર તથા ભાવનગર ક્ષેત્રમાં વીજચોરો બેફામ

રાજકોટ તા. ૧૦ :.. પીજીવીસીએલ કોર્પોરેટ ઓફીસની સુચના અને માર્ગદર્શન હેઠળ તથા વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેરો અને વિભાગીય કચેરીના કાર્યપાલક ઇજનેરોની રાહબરી હેઠળ એપ્રિલ-ર૦રર માસમાં સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં વીજ ચેકીંગની કામગીરી દરમ્‍યાન આશરે કુલ રૂા. ર૭.૮૪ કરોડની પાવર ચોરી પકડી પાડવામાં આવેલ છે.

વિવિધ ટીમો દ્વારા એપ્રિલ-ર૦રર માં માસમાં સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં વીજ ચેકીંગ દરમ્‍યાન કુલ ૭૮પર૦ વીજ જોડાણોની ચકાસણી કરવામાં આવેલ જેમાંથી કુલ ૯૯૪૬ કનેકશનમાં ગેરરીતિ ઝડપાઇ હતી. જેનો અહેવાલ આ સાથે સામેલ છે.

(11:48 am IST)