Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

પ્રિ-મોન્‍સુન કામગીરીની ‘છત્રી' ખોલતા કમિશનર

વરસાદ પૂર્વેની તૈયારી : સંભવિત પરિસ્‍થિતિના સામના માટે અધિકારીઓને સાબદા કરતા અમિત અરોરા : નાયબ કમિશનર સહિતના અધિકારીઓ સાથે પ્રિ-મોન્‍સુનની વિવિધ કામગીરીના મુદ્દા અંગે ગહન પરામર્શ કરતા અમિત અરોરા

રાજકોટ તા. ૯ : આવનારા સમયમાં ચોમાસાની ઋતુને લઈને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અત્‍યારથી જ પ્રિ-મોન્‍સુનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. પ્રિ-મોન્‍સુન કામગીરી લગત વિવિધ મુદ્દાઓની ચર્ચા અને સમીક્ષા કરવા અંગે આજ રોજ તા. ૦૯-૦૫-૨૦૨૨ના રોજ મ્‍યુનિ. કમિશનર અમિત અરોરાના અધ્‍યક્ષસ્‍થાને વિવિધ શાખાના સંબધિત અધિકારીશ્રીઓ સાથે એક મીટિંગ યોજવામાં આવી હતી.
આ મીટીંગમાં ત્રણેય ઝોનના નાયબ કમિશનર આશિષકુમાર, સી.કે.નંદાણી અને એ.આર.સિંધ તેમજᅠટાઉન પ્‍લાનરશ્રી, આસિ. ટાઉન પ્‍લાનર (તમામ ઝોન), પર્યાવરણ ઇજનેર, નાયબ પર્યાવરણ ઇજનેર (તમામ ઝોન), ઝોનલ સિટી એન્‍જી., વોર્ડ એન્‍જી.,ᅠવોર્ડ ઓફીસર,ᅠઝોનલ સિટી એન્‍જી., આસિ. કમિશનર અને આસિ. મેનેજર(એસ્‍ટેટ તથા દબાણ હટાવ). ડાયરેક્‍ટર(પાર્કસ એન્‍ડ ગાર્ડન), એડી.સિટી એન્‍જી.(ઇલે./મિકે.), ડી.ઇ.ઇ.(વર્કશોપ), ચીફ ફાયર ઓફીસર, સુરક્ષા અધિકારી, મેડીકલ ઓફીસર ઓફ હેલ્‍થᅠવિગેરે ઉપસ્‍થિત રહયા હતા.
વધુમાં મ્‍યુનિ. કમિશનરે મીટીંગની શરૂઆત કરતા વિવિધ મુદ્દાઓ અંગે આવનાર સમયમાં શહેરમાં પ્રિ-મોન્‍સુન કામગીરી કરવા અંગે સંબધિત અધિકારી પાસેથી માહિતી મેળવી હતી. ચોમાસા દરમ્‍યાન આવનારા પડકારોનો અત્‍યારથી જ સામનો કરવા રાજકોટ મહાનગરપાલિકા તૈયાર રહે તે બાબતને ધ્‍યાનમાં રાખી અત્‍યારથી જ પ્રિ-મોન્‍સુન કામગીરી ઝડપથી આગળ ધપાવવા તૈયારી શરૂ કરવા જે તે શાખાના અધિકારીશ્રીને સુચના આપી હતી.
મ્‍યુનિ. કમિશનરશ્રીએ પ્રિ-મોન્‍સુન માટે કરવાની થતી કામગીરી જેવી કે,ᅠપ્રિ-મોન્‍સુન એક્‍શન પ્‍લાન તૈયાર કરીᅠGSDMAᅠઅને રિલીફ કમિશનરશ્રીને મોકલવા, બિલ્‍ડીંગ,ᅠસાધન-સામગ્રી,ᅠવાહનો વિગેરેના સુપરવિઝન, વોંકળામાંથી દબાણ દુર કરાવવું,ᅠબાઉન્‍ડ્રી ડીમાર્કેશન કરાવવું,ᅠજાહેર માર્ગોમાં પાણીને અવરોધતા ગેરકાયદેસર બાંધકામો,ᅠખાનગી જોખમી હોર્ડીંગ અંગેની માહિતી, વોંકળા સફાઇનું દરરોજનું પત્રક  ડ્રેનેજ ફરિયાદનો તાત્‍કાલિક નિકાલ તથા પ્રિ-મોન્‍સુન કાર્યવાહીની વિગતનું આયોજન, પીવાના પાણીને લગત ફરીયાદો તથા તેના નિકાલના આયોજનની વિગતો, ભયગ્રસ્‍ત મકાનોનો સર્વે તથા ધોરણસરની કાર્યવાહીની વિગત, જાહેર માર્ગો, બગીચાઓ વિગેરે જગ્‍યાના જોખમી વૃક્ષોનો સર્વે તથા ધોરણસરની કાર્યવાહીની વિગત, ભયગ્રસ્‍ત તેમજ તુટી પડે તેવા પોલ,ᅠઇલેક્‍ટ્રીક કેબલ વિગેરેની માહિતી તેમજ ભારે વરસાદ,ᅠવાવાઝોડા સમયે વિદ્યુત પુરવઠો ન મળે ત્‍યારે તેની અવેજીમાં ડિઝલ જનરેટર વિગેરેની વ્‍યવસ્‍થા, રસ્‍તા પરના ખાડા,ᅠખુલ્લા મેન હોલ વિગેરે બંધ કરાવવાની કાર્યવાહીની વિગત, GSDMAᅠદ્વારાᅠERCᅠમાટે ફાળવેલ તથા ફાયર એન્‍ડ ઇમરજન્‍સી સર્વીસીઝ હસ્‍તકના વાહનો તથા સાધનોની વિગત તેમજ તેને ચાલુ સ્‍થિતિમાં રાખવા અંગે કરવાની થતી કાર્યવાહી, અતિવૃષ્ટિના સમયે ભરાયેલ પાણીના ઝડપી નિકાલ માટે ડી-વોટરીંગ પંપની વ્‍યવસ્‍થા,ᅠપંપ વિક્રેતાઓની યાદી-ફોન નંબર,ᅠઉપલબ્‍ધ પંપની વ્‍યવસ્‍થા, વરસાદનું સતત મોનીટરીંગ,ᅠઆંકડા મેળવી,ᅠચકાસીને તંત્રવાહકોને માહિતગાર કરવા.
વધુમાં મ્‍યુ. કમિશનરે બેઠકમાંᅠવેબસાઇટ તથા એલ.ઇ.ડી. બોર્ડ પર મુકવા તેમજ આઇ.સી.સી.સી.માં મોનીટરીંગ કરવું, શહેર આસપાસના વિસ્‍તારો,ᅠગામોમાં રહેતા તરવૈયાઓની નામ,ᅠસરનામા,ᅠફોન નં. સાથેની યાદી અદ્યતન કરવી, શહેરના વિવિધ વિસ્‍તારોમાં વરસાદી પાણીના ભરાવા તથા તેના તાત્‍કાલિક નિકાલનું આયોજન, વર્ષ-૨૦૨૧માં જુદા-જુદા વિસ્‍તારો,ᅠમાર્ગો વિગેરે ઉપર પાણી ભરાવાની મળેલ ફરિયાદોની માહિતી મેળવી, પુર,ᅠવાવાઝોડું વિગેરે કુદરતી આપત્તિ સમયે ચેતવણી વિગેરે તેમજ જાન-માલ બચાવની કામગીરી,ᅠવાહન વ્‍યવસ્‍થા,ᅠબોટ વ્‍યવસ્‍થા,ᅠસ્‍થળાંતરની કામગીરી,ᅠસુરક્ષિત આશ્રયસ્‍થાનની વ્‍યવસ્‍થા વિગેરે કામગીરીની વ્‍યવસ્‍થા, આશ્રયસ્‍થાનોમાં ફુડ પેકેટ,ᅠપીવાનું પાણી,ᅠજીવન રક્ષક દવાઓ,ᅠરસીઓ,ᅠક્‍લોરીન ટેબલેટ,ᅠજંતુનાશક દવાઓ તેમજ સફાઇ વિગેરેની વ્‍યવસ્‍થા, કોલ સેન્‍ટર ઉપરાંત ફરીયાદો માટે કન્‍ટ્રોલ રૂમની વ્‍યવસ્‍થા કરવી,ᅠકન્‍ટ્રોલ રૂમ ખાતે માણસો-ટેલિફોન-વાહનો-મજુરો-સાધનો વિગેરેની વ્‍યવસ્‍થા જેવા મુદ્દાઓ પર ચર્ચા કરી જરૂરી સૂચનાઓ આપી હતી.

 

(4:02 pm IST)