Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

કાયદો વ્‍યવસ્‍થા જાળવવા સજાગ થતી પોલીસઃ પેટ્રોલીંગ, વાહન ચેકીંગમાં ધારદાર હથીયારો સાથે ૧૦ ઝડપાયા

ઇન્‍ચાર્જ પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ દ્વારા બ્રાન્‍ચ અને પોલીસ સ્‍ટેશનના અધિકારીઓને શરીર સંબંધી ગુન્‍હાઓ બનતા અટકાવવા અને ચોરી, લુંટ જેવા મિલ્‍કત વિરોધી ગુન્‍હાઓ ઉકેલવા તાકીદ : જીલુ, હેમંત, સંજય, સુનીલ, જગદીશ, રોહીત, ભાર્ગવ, વિશાલ, ગોરધન સહીતના લુખ્‍ખાઓ નેફામાં છરી-ત્રિશુલ જેવા હથીયારો છુપાવી લોહીયાળ બનાવને અંજામ આપે તે પહેલા રંગે હાથ ઝડપી લેવાયાઃ તમામની કડક હાથે પુછતાછ

રાજકોટ, તા., ૯: શહેરમાં કાયદો અને વ્‍યવસ્‍થાની સ્‍થિતિ શાંતિ પુર્ણ બનાવવા માટે છેલ્લા કેટલાક દિવસોથી ઇન્‍ચાર્જ પોલીસ કમિશ્નર શ્રી ખુરશીદ અહેમદ મેદાને પડયા છે. ક્રાઇમ બ્રાંચ અને ઝોનના બે ડીસીપી સહીત ત્રણેય અધિકારીઓના નેજા તળેની મહત્‍વની બ્રાંચો અને પોલીસ સ્‍ટેશનોના વિસ્‍તારમાં સક્રિય બની હુમલાઓ, મારામારી જેવા શરીર સંબંધી ગુનાઓ અટકાવવા અને ચોરી, ઘરફોડ ચોરી, લુંટ જેવા આર્થીક ગુનાઓનો ભેદ ઉકેલવા ઉપર સમગ્ર ધ્‍યાન કેન્‍દ્રીત કરવા આપેલી સુચના અન્‍વયે શહેરભરની પોલીસે રાત્રી પેટ્રોલીંગ, નાકા ચેકીંગ, વાહન ચેકીંગ ઝુંબેશ હાથ ધરી છે. આ દરમ્‍યાન ધારદાર હથીયારો સાથે નિકળતા લુખ્‍ખાઓની રોજબરોજ હારમાળા સર્જાય છે. આજે પણ હથીયારો સાથે શહેરભરમાંથી ૧૦ લુખ્‍ખાઓને ઝડપી લઇ તેઓ લોહીયાળ બનાવને અંજામ આપતા અટકાવ્‍યા હતા. ઝડપાયેલા તમામની કડક હાથે પુછપરછ કરી પોલીસે કાયદાનું ભાન કરાવ્‍યું છે.

એ ડીવીઝન પોલીસેબેને દબોચ્‍યા

એસ્‍ટ્રોન ચોક નાલા પાસેથી એ ડીવીઝન પોલીસ મથકના એએસઆઇ નીતાબેન ડાંગર સહીતે જીલુ બાબાભાઇ વાઘેલા (ઉ.વ.૪ર) (રહે. લક્ષ્મીનગર નાલા પાસે ઝુપડામાં) તથા હેડ કોન્‍સ. એચ.આર.ચાનીયા સહીતે ઢેબર રોડ એસટી બસ સ્‍ટેશન સામેથી સાધુ વાસવાણી રોડ, ગુરૂજીતનગર આવાસના કવાર્ટરમાં રહેતા હેમંત દીપચંદભાઇ પરમાર (ઉ.વ.પ૦)ને પકડી લીધો હતો.

ભકિતનગર પોલીસે બે શખ્‍સોને પકડયા

ભકિતનગર પોલીસ મથકનાહેડ કોન્‍સ. ડી.કે.બોરીચા સહીતે ઢેબર કોલોની મફતીયાપરામાંથી ઝુપડામાં રહેતા સંજય ગુલાબભાઇ ભોજવીયા (ઉ.વ.રર) અને સુનીલ શીવાભાઇ રાઠોડ (ઉ.વ.ર૬)ને પકડી લઇ બે છરી કબ્‍જે કરી હતી.

આજી ડેમ પોલીસે જગદીશને દબોચ્‍યો

કોઠારીયા સાંઇબાબા સર્કલ પાસેથી આજી ડેમ પોલીસ મથકના પીએસઆઇ એમ.ડી.વાળા સહીતે  જગદીશ ગુણવંતભાઇ નિમાવત (ઉ.વ.રર) (રહે. ગુલાબનગર શેરી નં. પ) ને છરી સાથે પકડી લીધો હતો.

પ્ર.નગર પોલીસે ત્રણ શખ્‍સોને દબોચ્‍યા

પ્ર.નગર પોલીસ મથકના હેડ કોન્‍સ.  કરણભાઇ મારૂ  તથા પેરોલ ફર્લો સ્‍કવોડના દિવ્‍યરાજસિંહ જાડેજા સહીતે સદર બજારમાં ભીલવાસ ચોકમાંથી રૈયાધારના રોહીત ઉર્ફે પીયુષ પરેશભાઇ ડાભી (ઉ.વ.ર૧) ને તથા એ.એસ.આઇ. સી.જે.ઝાલા સહીતે રેસકોર્ષ રીંગ રોડ બાલભવન પાસેથી ખોડીયારપરાના રોહીત ઉર્ફે રોહીતો ડંડેયા (ઉ.વ.ર૦)ને અને રામનગરના ભાર્ગવ રાજેશભાઇ ડાભીને બે છરી સાથે પકડી લીધા હતા.

માલવીયા નગર પોલીસે

એક શખ્‍સને દબોચ્‍યો

માલવીયાનગર પોલીસ મથકના હેડ કોન્‍સ.  યશપાલસિંહ ગોહીલ સહીતે નવલનગર શેરી નં. ૯ માંથી વિશાલ રામાભાઇ રાઠોડ (ઉ.વ.ર૮)ને છરી સાથે ઝડપી લીધો હતો.

તાલુકા પોલીસે એકને ઝડપી લીધો

તાલુકા પોલીસ મથકના એએસઆઇ જે.ડી.વાઘેલા તથા હેડ કોન્‍સ. કુશલભાઇ જોષી સહીતે કાલાવડ રોડ, શાકમાર્કેટમાંથી શનીવારી બજાર પાછળ વોંકળાના કાંઠે ઝુપડામાં રહેતો ગોરધન જકશીભાઇ સાડમીયાને સાથે ઝડપી લીધો. (૪.૧૪)

પોલીસ કમિશ્નર

ખુરશીદ અહેમદ

(3:55 pm IST)