Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

સદ્ગુરૂ પરિવાર ટ્રસ્ટ દ્વારા છાશ-ખીચડી કેન્દ્ર

સદ્ગુરૂ પરિવાર ટ્રસ્ટ રાજકોટ દ્વારા ર૪૦૦ પરિવારોને દરરોજ ૧૪૦૦ લીટર અમુલ ડેરી છાશ તથા દર બે માસે બે કિલ્લો ખીચડી (કુલ ૪૮૦૦ કિલો) શ્રી સદ્ગુરૂ છાસ-ખીચડી કેન્દ્ર તથા સદ્ગુરૂ જલ સેવા  કેન્દ્રના દ્વિતીય તબક્કાના વિતરણ સમારોહનું ઉદઘાટન તાજેતરમાં કરાયું હતું. પૂ. કોઠારી સ્વામી (ભુપેન્દ્ર રોડ સ્વામીનારાયણ મંદિર) દ્વારા સદ્ગુરૂ પરિવાર ટ્રસ્ટના પ્રમુખ દાનાબાપા ડાંગર, ખજાનચી  ઇશ્વરભાઇ ખખ્ખરની આગેવાની હેઠળની ટીમ દ્વારા થઇ રહેલ કાર્યની સરાહના કરાઇ હતી. ઉકત પ્રસંગે શ્રી બાલાજી મંદિર (ભુપેન્દ્ર રોડ) ના સ્વામી વિવેકસાગર સ્વામી તથા અન્ય સંતગણો કાર્યક્રમના અધ્યક્ષ અજંતા ગ્રુપ શાંતુભાઇ રૂપારેલીયા, લાધા માધા ગ્રુપના મહેન્દ્રભાઇ રાજવીર, રઘુવંશી અગ્રણી ભરતભાઇ લાખાણી, રવિ મેટલ વાળા રમેશભાઇ રાચ્છ, ટાટા સ્ટીલના ડીસ્ટ્રીબ્યુટર રાજૂભાઇ કાનાબાર, પારી શ્રોફ એન્ડ ફાયનાન્સર વાળા દિનેશભાઇ પારી, પરાગ ઓઇલ મીલ વાળા કિશોરભાઇ દતાણી વિગેરે હાજર રહ્યા હતાં. નટુભાઇ કોટક, જી. આર. રાચ્છ, એમ. એલ. નથવાણી, હસુભાઇ ચંદારાણા, મહિલા મંડળના ભાનુબેન રાચ્છ, ચંદ્રીકાબેન જોષી, લલીતાબેન રૂપારેલીયા, રિધ્ધીબેન ખખ્ખર, હંસાબેન રૂપારેલીયા, તથા માતુશ્રી જડાવબેન રાચ્છ ફાઉન્ડેશન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહેલ. સંચાલન રીટાબેન કોટક દ્વારા થયેલ. સમગ્ર પ્રોજેકટ માટે રાજુભાઇ પોબારૂ, પ્રવિણભાઇ વસાણી, હરીશભાઇ લાખાણી, જગદીશભાઇ ગણાત્રા, જગદીશભાઇ બાટવીયા, ભોગીભાઇ રાયચુરા, શૈલેષભાઇ તન્ના, નીતિનભાઇ રાયચુરા, ભરતભાઇ લાખાણી, નીલેશભાઇ જોબનપુત્રા, દિનેશભાઇ તન્ના, ધવલભાઇ ખખ્ખર, ચંદ્રેશભાઇ ઠક્કર, હસુભાઇ ભગદેવ, ભરતભાઇ પોપટ, સુરેશભાઇ ચંદારાણા, નીખીલભાઇ પેઇન્ટર, અને ભગતભાઇ કુંડલીયાનું માર્ગદર્શન મળ્યું છે.

(3:49 pm IST)
  • ૧૨૦૦ આઇપીએસ પોલીસ અફસરો ગૃહખાતાના સ્કેનરમાં : દેશના ૧૨૦૦ જેટલા આઇપીએસ-પોલીસ ઓફીસરો, ગૃહ મંત્રાલયના સ્કેનરમાં હોવાનું જાણવા મળે છેઃ આ ઓફીસરો બિનકાર્યક્ષમતા સબબ ગૃહ ખાતાના નિશાન ઉપર હોવાનું પણ ચર્ચાય છે access_time 4:01 pm IST

  • સુરતમાં પણ ખાતરની બોરીઓનું વજન અંગે ચેકીંગ : સુરતમાં તોલમાપ વિભાગ દ્વારા જહાંગીરપુરા સ્થિત મંડળીઓમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ છે અને સરદાર બ્રાન્ડની ખાતરની બોરીઓનું વજન બરાબર છે કે નહીં ? તેનુ ચેકીંગ હાથ ધરાયુ છે access_time 2:42 pm IST

  • ટ્યુનિશિયામાં હોડી ડૂબી જતા 70 પ્રવાસીઓના મોત :ટ્યૂનિશિયાના સફાક્સ પ્રાંતમાં સ્થિત એક કિનારાથી 4 માઈલ દૂર નાવ ડૂબી જતા તેના પે સવાર ઉપ સહારાઈ મૂળના અવૈધ પ્રવાસીઓના મોત નિપજ્યા: સ્થાનિક મીડિયા મુજબ માછલી પકડવાવાળી નાવ અને માછીમારોએ 16 પ્રવાસીઓને બચાવ્યા છે access_time 1:23 am IST