Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

વીવીપી કોલેજમાં ઓટોમેશન સિસ્ટમનું ઉદ્ઘાટન

 રાજકોટ : વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજના ઇલેકટ્રોનિકસ અને કમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટના સ્ટાફ અને સેમેસ્ટર ૬ઠાના વિદ્યાર્થીઓ દ્વારા ટેકનોલોજી ડેમોન્સ્ટ્રેશન તરીકે ઉપરોકત તમામ ટેકનોલોજીસનો ઉપયોગ કરી ફેકલટીની ઓફિસનું ઓટોમેશનનું ઉદ્ઘાટન કુલપતિ નવીનભાઇ શેઠ ના હસ્તે થયું. આઇ.ઓ.ટી. બેઝડ ઓટોમેશન માટે જરૂરી સ્માર્ટ ફોન એપ પણ વિદ્યાર્થીઓ દ્વારાજ ડેવેલોપ કરવામાં આવેલ હતી. આ સિસ્ટમ્સના ડેવેલોપમેન્ટમાં ઇ.સી. ડીપાર્ટમેન્ટના સેમ. ૬ઠાના વિદ્યાર્થીઓ ગૌરાંગ અંબાસણા, વિશાલ અઘેરા, ગૌરાંગ જોષી, વિરાજ હાપલિયા, ભાવિન રાઠોડ, જય સખીયા, રાજ પોપટ, મિલન ચોૈહાણ, હરીન મણિયાર, વિવેક વાઘેલા, વગેરે તેમજ સ્ટાફમાંથી વિભાગીય વડા ડો. ચાર્મીબેન પટેલ, ડો પરેશભાઇ ધોળકિયા, ફોરમ ટોલિયા,અભિષેક મકવાણા, પ્રો. અંજુબેન વાસદેવાણી વગેરેએ જહેમત ઉઠાવેલ હતી, જે માટે સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી લલિતભાઇ મહેતા, ટ્રસ્ટીશ્રી કોૈશિકભાઇ શુકલ, ડો. સંજીવભાઇ ઓઝા, હર્ષલભાઇ મણિયાર તેમજ આચાર્ય ડો. જયેશ દેશકરે અભિનંદન પાઠવેલ છે.

(3:46 pm IST)