Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

ખરીદી પેટે આપેલ ચેક પાછો ફરતાં જંતુનાશક દવાના વેપારી સામે ફરિયાદ

રાજકોટ તા. ૧૦: અત્રે જંતુનાશક દવાની ખરીદીની ચૂકવણી પેટે આપેલો રૂ. ૧,૬૦,૦૦૦/- ની રકમનો ચેક પરત ફરવા અંગે મહાશાંતમ પેસ્ટીસાઇડ પ્રા. લી.ના ડાયરેકટર પ્રદિપ નરશીભાઇ પાઘડાર દ્વારા ઉમીયા ટ્રેડર્સના સંચાલક રાજેશભાઇ વેલજીભાઇ ધલુ સામે ફરીયાદ નોંધાવતા કોર્ટે સમન્સ ઇસ્યુ કરવા હુકમ કર્યો હતો.

આ કેસની વિગત મુજબ રાજકોટ મુકામે મહાશાંતમ પેસ્ટીસાઇડ પ્રા. લી. પાસેથી ઉમીયા ટ્રેડર્સના સંચાલક રાજેશભાઇ વેલજીભાઇ ધલુ માુ. દુર્ગાપુર (માંડવી) કચ્છ એ જંતુનાશક દવાની ખરીદી કરેલ હતી.

બાદમાં જંતુનાશક દવાની કરેલ ખરીદીની લેણી રકમ પેટે ઉમીયા ટ્રેડર્સના સંચાલક રાજેશભાઇ વેલજીભાઇ ધલુ એ રૂ. ૧,૬૦,૦૦૦/-નો ચેક આપેલ સદરહું આપેલ ચેક રીટર્ન થયેલ. આથી મહાશાંતમ પેસ્ટીસાઇડ પ્રા. લી. એ નામદાર કોર્ટમાં ફરીયાદ દાખલ કરેલ. આથી અદાલતે દુર્ગાપુર (માંડવી) જી. કચ્છનાં જંતુનાશક દવાના વેપારી ઉમીયા ટ્રેડર્સના સંચાલક રાજેશભાઇ વેલજીભાઇ ધલુ વિરૂધ્ધ સમન્સ ઇસ્યુ કરી અદાલતમાં હાજર રહેવા ફરમાન કરેલ છે.

આ કેસમાં મહાશાંતમ પેસ્ટીસાઇડ પ્રા. લી. વતી રાજકોટના ધારાશાસ્ત્રી રવિન્દ્ર જે. ત્રિવેદી તથા વિરેન્દ્ર ભટ્ટ રોકાયેલ હતા.

(2:48 pm IST)