Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

લોહાણાપરાના દિપકભાઇ મિરાણી નવાગામથી ઘરે જવા માટે નીકળ્યા, પણ પહોંચ્યા પરલોક!

જુના કુવાડવા પોલીસ સ્ટેશન પાસે ચાલુ બાઇકમાં હાર્ટએટેક આવી ગયો : રેસકોર્ષ મેદાનના વેકેશન મેળામાં મિત્રના સ્ટોલ પર હાર્ટએટેક આવતાં હિતેષભાઇ નથવાણીનું મોત

રાજકોટ તા. ૧૦: જિંદગીનો અંત ગમે ત્યારે અને ગમે ત્યાં આવી જાય છે. આવી જ બે ઘટનામાં એક લોહાણા પ્રોૈઢને કુવાડવા રોડ પર ચાલુ બાઇકમાં હાર્ટએટેક આવતાં ઘરને બદલે પરલોક પહોંચી ગયા હતાં. બીજા બનામવાં રેસકોર્ષમાં મિત્રના સ્ટોલ પર હાર્ટએટેક આવતાં લોહાણા આધેડનું મૃત્યુ નિપજ્યું હતું.

જાણવા મળ્યા મુજબ મોચી બજાર પાસે લોહાણાપરામાં ઓધવજીભાઇના મકાનમાં રહેતાં અને નવાગામમાં બૂટ ચપ્પલના ગોડાઉનમાં કામ કરતાં દિપકભાઇ જયંતિલાલ મિરાણી (ઉ.૫૫) સાંજે નોકરી પુરી કરી બાઇક હંકારી નવાગામથી ઘરે જવા નીકળ્યા ત્યારે જુેના કુવાડવા રોડ પોલીસ સ્ટેશન પાસે ચાલુ બાઇકે છાતીમાં બદાણ થતાં બાઇક ઉભુ રાખી દીધું હતું. અચાનક બેભાન થઇ જતાં ૧૦૮ને બોલાવાઇ હતી. તેના ઇએમટી કોમલબેને તેમને મૃત જાહેર કરતાં બી-ડિવીઝનના પીએસઆઇ જે. એાર. સરવૈયા અને રાઇટર સંજયભાઇ કુમારખાણીયાએ જરૂરી કાર્યવાહી કરી હતી. બનાવથી પરિવારજનોમાં શોક છવાઇ ગયો હતો.

બીજી ઘટનામાં કાલાવડ રોડ કટારીયા શો રૂમ પાછળ રંગોલી પાર્ક પાસે ગુ.હા. બોર્ડ કવાર્ટર સી-૧૪૦૪માં રહેતાં અને સિઝનલ ધંધો કરતાં હિતેષભાઇ અરવિંદભાઇ નથવાણી (ઉ.૪૫) રાત્રે દોઢેક વાગ્યે રેસકોર્ષ ફનવર્લ્ડ પાસેના મેદાનમાં વેકેશન મેળામાં તેમના મિત્રના ફાસ્ટફૂડના સ્ટોલ પર હતાં ત્યારે અચાનક છાતીમાં દુઃખાવો ઉપડતાં બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું.

પ્ર. નગરના પીએસઆઇ બી. પી. વેગડા અને બાબુલાલ ખરાડીએ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર હિતેષભાઇ બે ભાઇમાં મોટા હતાં. સંતાનમાં બે પુત્ર છે. બનાવથી પરિવારજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી. (૧૪.૫)

(2:46 pm IST)
  • ટ્યુનિશિયામાં હોડી ડૂબી જતા 70 પ્રવાસીઓના મોત :ટ્યૂનિશિયાના સફાક્સ પ્રાંતમાં સ્થિત એક કિનારાથી 4 માઈલ દૂર નાવ ડૂબી જતા તેના પે સવાર ઉપ સહારાઈ મૂળના અવૈધ પ્રવાસીઓના મોત નિપજ્યા: સ્થાનિક મીડિયા મુજબ માછલી પકડવાવાળી નાવ અને માછીમારોએ 16 પ્રવાસીઓને બચાવ્યા છે access_time 1:23 am IST

  • રાજકોટના મવડી રોડ પર અંબિકા જવેલર્સમાં બીઆઇએસ દ્વારા ચેકીંગ : સુવર્ણકારોમાં ઘેરા પડઘા : હોલમાર્કના કાયદા અને ધારાધોરણ વિરુદ્ધ કાર્યવાહી થયાના આરોપ : સોનીઓની તમામ દુકાનો બંધ કરવા આહવાન : સોની સમાજના આગેવાનો પહોંચ્યા : માલ જપ્ત કરવાની કાર્યવાહી સામે સુવર્ણકરોમાં ભારે આક્રોશ access_time 1:11 pm IST

  • મિત્તલ જાદવ હત્યા કેસ: ફરાર આરોપી કેતન વાઘેલાને પોલીસે દબોચી લીધો : અમદાવાદ નજીકના બાવળા વિસ્તારમાં એક તરફી પ્રેમમાં યુવકે જાહેરમાં યુવતીને છરીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધા બાદ સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો. access_time 1:18 am IST