Gujarati News

Gujarati News

News of Wednesday, 10th April 2024

રાજકોટની ૧૮ સહિત રાજ્‍યભરની ૨૯૪ સબ રજીસ્‍ટ્રાર કચેરીઓ આજથી તા. ૧૪ સુધી બંધ

વેબસાઇટ મેન્‍ટેનન્‍સ તથા ટેકનિકલ કામગીરીનું અપાતુ કારણ : રાજકોટમાં ૧૫૦૦થી વધુ દસ્‍તાવેજો અટક્‍યા

રાજકોટ તા. ૧૦ : વેબસાઇટનું મેન્‍ટેનન્‍સ સહિત ટેકનીકલ કામગીરીના કારણે રાજ્‍યની તમામ ૨૯૪ સબ રજીસ્‍ટ્રાર કચેરીમાં આજથી તા. ૧૪ એપ્રિલ સુધી પાંચ દિવસ માટે દસ્‍તાવેજ સહિત તમામ કામગીરી બંધ રહેશે તેમ સૂત્રોએ ઉમેર્યુ હતું. રાજકોટ શહેર - જિલ્લાની ૧૮ સહિત રાજ્‍યભરની સબ રજીસ્‍ટ્રાર કચેરીઓ આજથી તા. ૧૪ સુધી પાંચ દિવસ માટે બંધ રહેશે. દસ્‍તાવેજ સહિતની તમામ કામગીરી બંધ રહેવાની વિગતો જાહેર કરાઇ આને કારણે રાજકોટમાં બે દિવસના ૧૫૦૦થી વધુ દસ્‍તાવેજો અટકી પડયા છે.

(11:51 am IST)