Gujarati News

Gujarati News

News of Wednesday, 10th April 2024

વડાલિયા ફૂડ્સની હરણફાળ... જૂનાગઢમાં પ્રથમ રીટેલ આઉટલેટનું ઉદઘાટન

ફ્રાયમ્સ, ફરસાણ નમકીન, ખાખરા, પાપડ જેવી વિવિધ ૧૦૦થી પણ વધારે આઈટમો પર ઉદઘાટનના અવસરે ગ્રાહકોને ૨૫% ડિસ્કાઉન્ટ મળશે

રાજકોટ : શહેરના ગોંડલ  રોડ પર કંપની દ્વારા પ્રથમ કંપની રિટેલ આઉટલેટ જુલાઈ ૨૦૨૩માં શરુ કર્યા બાદ માત્ર ૬ મહિનાના ટૂંકા સમયમાં વડાલીયા ફુડ્સ દ્વારા પોતાનો ૧૯મો અને જૂનાગઢનો પ્રથમ રીટેલ આઉટલેટ લોન્ચ કરવા જઈ રહી છે. જૂનાગઢના હાર્દ સમા ઝાંઝરડા રોડ પર બાબા કોમ્પલેક્ષની સામે વડાલીયા ફુડ્સના નવા રિટેલ ઓઉટલેટનો પ્રારંભ આવતીકાલે તા.૧૩ એપ્રિલ થી થઇ રહ્યો છે. આ અવસર પર તમામ ગ્રાહકોને તમામ બ્રાન્ડેડ પ્રોડકટ પર ૨૫%  ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરવામાં આવી છે.

આ અંગે વધુ વિગતો આપતા વડાલીયા ફુડ્સ કંપનીના ડિરેકટર મિતભાઈ વડાલીયાએ જણાવ્યું હતું કે અમદાવાદના પોશ વિસ્તારમાં ત્રણ આઉટલેટ,ભાવનગર, હળવદ, વેરાવળ સોમનાથ તેમજ આણંદ ખાતે કંપની દ્વારા પોતાના એકસકલુઝિવ  આઉટલેટ શરૂ કરવામાં આવ્યા છે.

જૂનાગઢ નાં ઝાંઝરડા રોડ પર  શરુ કરવામાં આવેલા કંપની આઉટલેટ વિષે બોલતા કંપનીના ડિરેકટર મિત ભાઈ વડાલીયા  તેમજ કંપનીના  સીઈઓ કેતનભાઈ તન્નાએ જણાવ્યું હતું કે કંપની દ્વારા ઉત્તમ ગુણવત્તા,,ટેસ્ટમાં બેસ્ટ અને કિફાયતી દામ  સાથે ૧૦૦થી પણ વધારે વેરાઈટી લોન્ચ કરી છે અને આ તમામ વેરાઈટી એક જ સ્થળ પર ઉપલબ્ધ બની રહે તે હેતુ સાથે રિટેલ આઉટલેટ લોંચ કરવામાં આવ્યા છે.

કંપનીની પ્રોડકટ વિશે જણાવતા ડિરેકટર મિતભાઈ વડાલીયા  અને સી ઈ ઓ  કેતનભાઈ તન્નાએ જણાવ્યું હતું કે  નમકીન,વેફર્સ, ફ્રાઇમ્સ, ફરસાણ, ખાખરા, પાપડ, મૂંગ દળ.આલુ સેવ, રતલામી સેવ, ખારી શીંગ,સેવ ઉપરાંત, ભાવનગરી અને પાપડી ગાંઠિયાની સાથે  વેફર સેગમેન્ટમાં સોલ્ટેડ ચીપ્સો, ઉપરાંત બ્લેક પેપર ચિપ્સ વેફર, સ્પાઈસી મસાલા, ટેન્ગી ટોમેટો, મસાલા ચીપ્સોની ભારે ડિમાન્ડ છે. આ ઉપરાંત પેપરીકા વેફર અને સોયા સ્ટીકસ, વિ.પ્રોડકટ એ સારી લોકચાહના મેળવી છે. કંપની દ્વારા વિવિધ આઈટેમોના ૪૦૦ ગ્રામના ૧૦૦% ફૂડ ગ્રેડ કન્ટેનર પેકીંગમાં પણ લોન્ચ કરવામાં આવ્યા છે. ઉપરાંત ૨૦૦ ગ્રામના પેક પણ લોન્ચ કરવામાં આવ્યા છે.

ફ્રેન્ચાઇજી હેડ દીપકભાઇ ગરચર નાં જણાવવા મુજબ બધાંને ભાવે ફાવે અને પોસાય તેવા ભાવ અને ટેસ્ટ સાથે અમો જૂનાગઢની જનતા માટે આ રેન્જ લઇને આવ્યા હોય કંપની તરફથી જૂનાગઢની સ્વાદપ્રેમી જનતાને નિમંત્રણ અપાયું છે.

(11:45 am IST)