Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

લોઠડા પિપલાણા પડવાલા ઇન્ડસ્ટ્રીયલ એસો. દ્વારા

કાલે રવિવારે લોઠડામાં કોરોના વેકસીન કેમ્પ અને એન્ટીજન (રેપીડ) ટેસ્ટનો મેગા કેમ્પ

રાજકોટ તા. ૧૦ :.. લોઠડા પિપલાણા પડવલા ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશન તથા રાજકોટ જીલ્લા પંચાયત (આરોગ્ય સમિતિ) ના સંયુકત ઉપક્રમે કોરોના વેકિસન કેમ્પ અને એન્ટિજન (રેપીડ) ટેસ્ટનું આયોજન તા. ૧૧ રવિવાર સવારે ૯ થી સાંજના પ સુધી લોઠડા પિપલાણા પડવલા ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશનની ઓફીસ, સીલ્વર કોમ્પ્લેકસ, કોઠારીયા કોટડાસાંગાણી હાઇવે (લોઠડા) ખાતે કરેલ છે.

આ પ્રસંગે શ્રી મનસુખભાઇ ખાચરીયા  પ્રમુખ રાજકોટ જીલ્લા પંચાયત, શ્રી ભુપતભાઇ બોદર પ્રમુખ રાજકોટ જીલ્લા ભાજપ, શ્રી મોહનભાઇ કુંડારીયા,સાંસદ સભ્યશ્રી,  શ્રી રામભાઇ મોકરીયા, સાંસદ સભ્યશ્રી, શ્રી ડો. ભરતભાઇ બોઘરા ઉપપ્રમુખશ્રી ગુજરાત પ્રદેશ ભાજપ, શ્રી ધનસુખભાઇ ભંડેરી,  શ્રી લાખાભાઇ સાગઠીયા-ધારાસભ્ય, નીતિનભાઇ ભારદ્વાજ-પ્રદેશ ભાજપ અગ્રણી, શ્રી વી. પી. વૈષ્ણવ, પ્રમુખ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ, ઉપસ્થિત રહેશે.

આયોજનને સફળ બનાવવા  લોઠડા પિપલાણા પડવલા ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશન પ્રમુખ જયંતીલાલ સરધારા, ઉપપ્રમુખ સંજયભાઇ કાછડીયા, સેક્રેટરી ભાવેશભાઇ બાલધા, ખજાનચી  વિઠ્ઠલભાઇ બુસા જહેમત ઉઠાવી રહ્યા છે.

(2:59 pm IST)
  • સુરતમાં બપોર સુધીમાં અધધ... ૪૨૩ કેસ નોંધાયા : સુરતમાં કોરોનાનો કહેર યથાવત છે. આજે બપોર સુધીમાં શહેરમાં ૩૩૧ અને ગ્રામ્‍યમાં ૯૨ કેસ આમ કુલ ૪૨૩ કેસ નોંધાયા છે access_time 3:56 pm IST

  • ભારત વિશ્વમાં 10 કરોડ રસીઓ વહન કરનાર સૌથી ઝડપી દેશ બની ગયો છે. કોરોના વાયરસ સામે રસીકરણ અભિયાનના 85 માં દિવસે શનિવારે ભારતે આ સ્થાન પ્રાપ્ત કર્યું છે. અમેરિકાને આટલી રસી લાવવામાં 89 અને ચીનને 102 દિવસનો સમય લાગ્યો હતો. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આ માહિતી આપી હતી. મંત્રાલય મુજબ, દૈનિક રસીકરણના મામલામાં ભારત ટોચ પર છે. access_time 12:22 am IST

  • રાજકોટ મહિલા ભાજપ અગ્રણી કાશ્મીરાબેન નથવાણી સહિત તેમના પૂરા પરિવારને વળગ્યો કોરોના : તેમના પતિ બકુલભાઈ, બન્ને પુત્રો, પુત્રવધુ સહિત બાળકો પણ કોરોના સંક્રમિત થતા પરિવારમાં હડકંપ મચી ગયો access_time 11:39 pm IST