Gujarati News

Gujarati News

News of Tuesday, 10th April 2018

રીક્ષામાં મુસાફરોને શિકાર બનાવતી ટોળકી સામે વધુ બે ગુના નોંધાયા

એરપોર્ટ રોડ ઉપર વણીક પ્રૌઢ અને હાથીખાના પાસે બંગાળી યુવાનને શિકાર બનાવ્યા'તા

રાજકોટ, તા., ૧૦ :  રીક્ષામાં મુસાફરોને બેસાડી તેની નજર ચુકવી ખીસ્સામાંથી પૈસા સેરવી  લેતા બે મહિલા સહિત ચાર શખ્સોને ગાંધીગ્રામ પોલીસે ઝડપી લીધા હતા. આ ટોળકીએ અન્ય બે મુસાફરોને શિકાર બનાવ્યા હોવાનું બહાર આવતા તેની સામે વધુ બે ગુના નોંધાયા છે.

પ્રાપ્ત વિગત મુજબ રૈયા ચોકડી પાસે સદ્ગુરૂએપાર્ટમેન્ટમાં રહેતા કીરીટભાઇ શાંતિલાલ શાહ (ઉ.વ.૬૪) ગત તા. ૬-રના રોજ તેના પુત્ર દિપેનભાઇ પિતા કિરીટભાઇને રૈયા ચોકડીએ મુકી ગયા હતા. ત્યારે તેની પાસે રૂ. ર૦ હજાર દવાખાનાના કામના હતા. તેને હોસ્પિટલ ચોકમાં જવું હોઇ, તેથી રીક્ષાની રાહ જોઇ રહ્યા હતા. ત્યારે એક કાળા કલરની રીક્ષા ચાલક તેની પાસે આવ્યો હતો અને તેણે આ વૃધ્ધને રીક્ષામાં બેસાડ્યા હતા. રીક્ષામાં અગાઉથી બે મહિલા બેઠી હતી અને ચાલકે રીક્ષા ચાલુ કરી ત્યારે એક યુવક વૃધ્ધની બાજુમાં રીક્ષામાં લટકી ગયો હતો. બાદ રીક્ષા ચાલકે રીક્ષા હનુમાન મઢીથી એરપોર્ટ રોડ તરફ લઇ થોડે આગળ આશુતોષ સોસાયટીના ખુણે રીક્ષા ઉભી રાખી દીધી હતી અને કહેલ આ માસીને અંદર ઉતારીને તમને લઇ જાવ! તેમ કહી વૃધ્ધને ઉતારી જતો રહ્યો હતો. બાદ વૃધ્ધને શંકા જતા તેણે ખીસ્સામાં હાથ નાખતા રૂ. ર૦ હજાર ગાયબ હતા. દરમ્યાન આ ટોળકી ગાંધીગ્રામ પોલીસ મથકમાં પકડાઇ હોવાની ખબર પડતા તેણે ગઇકાલે ફરીયાદ નોંધાવી હતી.

જયારે બીજા બનાવમાં રામનાથપરા શેરી નં.૬માં રહેતો બસીર અલીભાઇ શેખ (ઉ.વ.ર૮) ગત તા. ર/૪ ના રોજ નોકરીએ જવા માટે નિકળેલ ત્યારે પોતે રામનાથ પરા ગરબી ચોકમાંથી રીક્ષામાં બેસી ભુતખાના ચોક જવા માટે નીકળેલ ત્યારે રીક્ષામાં એક મહિલા અને એક વૃધ્ધ અગાઉથી બેઠા હતા. અને એક છોકરો પણ બેઠો હતો. ત્યારે વૃધ્ધાએ બસીર શેખને વચ્ચે બેસવાનું કહ્યું હતું. બાદ રીક્ષા ચાલકે રીક્ષા સિલ્વર માર્કેટ પાસે ઉભી રાખી બશીર શેખને ઉતારી દીધો હતો. બસીરને શંકા જતા ખીસ્સામાં જોતા રૂ. ૧૦ હજારની કિંમતનો મોબાઇલ ગાયબ હતા. આ બનાવ અંગે બસીરે આજે એ-ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

આ પ્રકરણમાં ગાંધીગ્રામ પોલીસે પકડેલી રીક્ષા ગેંગના કિશન વિનુ દેત્રોજા (ઉ.વ.રપ) (પટેલ) (રહે. જયજવાન જય કિશાન સોસાયટી), મહેશ જયંતી કુવારીયા (સોલંકી) (ઉ.વ.ર૦) (રહે. સંતકબીર રોડ સાગરનગર) મંજુ ધીરૂ રાઠોડ (ઉ.વ.૬૦) (રહે. જય જવાન જય કિશાન સોસાયટી રપ વારીયા),  અને કાજલ કિશન દેત્રોજા (ઉ.વ.રર) (રહે. જય જવાન જય કિશાન સોસાયટી-રપ વારીયા)ની વધુ પુછપરછ આદરી છે.

(4:10 pm IST)