Gujarati News

Gujarati News

News of Tuesday, 10th April 2018

ડો.તત્સ જોશીની આરવ પિડિયાટ્રીક સર્જીકલ હોસ્પિટલનો શુભારંભ

રાજકોટ : રાજકોટના વિદ્યાનગરમેઇન રોડ પર આરવ પિડીયાટ્રીક સર્જીકલ  હોસ્પિટલનો શુભારંભ સમગ્ર સોૈરાષ્ટ્ર અને કચ્છમાં નામના ધરાવતા તત્સ જોશી દ્વારા આ હોસ્પિટલની સ્થાપના કરવામાં આવી છે. જેનું ઉદઘાટન રાજકોટના મેયર જૈમનભાઇ ઉપાધ્યાયની હાજરીમાં કરવામાં આવ્યુ હતું. ડો. તત્સ જોશી સોૈરાષ્ટ્રના બહુ જ ઓછા પીડીયાટ્રીક સર્જનમાં ના એક છે. બાળકોની સ્પેશિયાલાઇઝડ સર્જરી સફળતાપુર્વક પાર પાડી શકેે છે

અતિ આધુનિક એવી આરવ હોસ્પિટલમાં સર્જરીના તમામ અત્યાધુનિક સગવડો ઉપરાંત જનરલવોર્ડમાં લઇને ડીલક્ષ રૂમ સુધીની સુવિધા છે. ઉપરાંત ગેમ ઝોન , વાઇ-ફાઇ પ્રોજેકટ,એકવેરીયમ તેમજ ઇન-હાઉસ ફાર્મસી પણ છે.

હોસ્પીટલનું ઉદઘાટન કશ્યપભાઇ શુકલના હસ્તે કરવામાં આવ્યુ ઉપરાંત ગણમાન્ય વ્યકિતઓ દર્શિત જાની, નિરેન  જાની રાજકોટના અગ્રણી તબીબો ડો. મેહુલ મીત્રા, ડો. જય વિરાણી,ડો. ધર્મેન્દ્ર ઉપાધ્યાય, ડો. દેકીવાડીયા, ડો. વિવેક જોશી, ડો.ગિરીશ અમલાણી, ડો. નયન કાલાવાડીયા, ડો.જય ધીરવાણી, એશોસિએશન ઓર્ફ સર્જન, રાજકોટના પ્રમુખ ડો. સીતાપરા, સેક્રેટરી ડો. અમીત આચાર્ય, ઇન્ડીયન મેડીકલ એશોસિએશન સેક્રેટરી ડો. પારસ શાહ, ઉપ પ્રમુખ ડો.વિમલ સરડવા, વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. તેે સમયની તસવીર.

(4:06 pm IST)