Gujarati News

Gujarati News

News of Tuesday, 10th April 2018

આઇપીએલના ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતાં વિપુલ ગોસ્વામી પકડાયો

ક્રાઇમ બ્રાંચે નારાયણ નગરમાં દરોડો પાડ્યોઃ ૨૬૫૦૦નો મુદ્દામાલ કબ્જે

રાજકોટ તા. ૧૦: આઇપીએલના ટી-ટ્વેન્ટી ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતાં અટીકાના નારાયણનગર-૨માં રાજેશ્વર કૃપા ખાતે રહેતાં બાવાજી શખ્સ વિપુલ ચમનગીરી ગોસ્વામી (ઉ.૩૮)ને રાત્રે ક્રાઇમ બ્રાંચે પકડી લીધો હતો. આ શખ્સ સનરાઇઝ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ ટીમના મેચ પર સટ્ટો રમાડતો હોવાની બાતમી હેડકોન્સ. અનિલભાઇ સોનારા, હરદેવસિંહ રાણા અને અજીતસિંહને મળતાં પી.એસ.આઇ. એ. એસ. સોનારા, સમીરભાઇ શેખ, નિલેષભાઇ ડામોર, ઘનશ્યામસિંહ ચોૈહાણ સહિતે દરોડો પાડ્યો હતો.

પોલીસે ટીવી, સેટઅપ બોકસ, બે મોબાઇલ ફોન, સોદા લખેલી પાંચ ચીઠ્ઠીઓ, બોલપેન મળી રૂ. ૨૬૫૦૦નો મુદ્દામાલ કબ્જે કરી કપાત ખાનાર કોણ? તે અંગે તપાસ હાથ ધરી છે.

(3:56 pm IST)