Gujarati News

Gujarati News

News of Tuesday, 10th April 2018

તુટી પડો

પાણી ચોરીમાં પકડાશો તો રૂા.પ૦૦૦ સુધીનો દંડ

પાણી ચોરી અટકાવવા વોર્ડ દીઠ ૭ કર્મચારીની ૧૮ ટીમ તૈનાત : વિવિધ અધિકારીઓને જવાબદારી સોંપાઇઃ મ્‍યુનિ. કમિશ્નર બંછાનિધી પાની આકરા પાણીએ : પાણી બગાડ કરનારને રૂા.રપ૦નો દંડઃ ડાયરેકટ પમ્‍પીંગ દ્વારા પાણી ચોરી કરનારની ઇલે.મોટર જપ્ત થશે અને રૂા.ર૦૦૦નો દંડ કરાશે

રાજકોટ તા. ૧૦ : ઉનાળાની ઋતુમાં શહેરમાં થતી પાણી ચોરી અટકાવવા કોર્પોરેશન દ્વારા  વોર્ડ દીઠ ૭ અધિકારીઓની ટીમ બનાવવામાં આવી છે. ડેપ્‍યુટી ઇજનેરથી લઇને ફીટર સહિતના ૧રપ કર્મચારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. આ તમામ અધિકારીઓને એક વોર્ડ ફાળવવામાં આવ્‍યો છે. દરેક વિસ્‍તારમાં ચેકિંગ હાથ ધરી ભુતીયા નળ કનેકશન, ડાયરેક પમ્‍પીંગ વગેરે ચોરી અટકાવવા મ્‍યુનિ. કમિશ્નર બંછાનીધી પાનીએ હુકમ કર્યો છે.

આ અંગે વોટર વર્કસ શાખાના મળતી માહિતી મુજબ શહેરી વિસ્‍તારમાં પાણી પુરવઠાની કામગીરી મહાનગરપાલિકાની વોટર વર્કસ શાખા દ્વારા કરવામાં આવે છે. ગત વર્ષે અપુરતા વરસાદને કારણે પીવાનું પાણી પુરૂ પાડતાસ્ત્રોતોમાં પાણીની કોઇ ખાસ આવક થયેલ નથી. તેથી હાલ ઉપલબ્‍ધસ્ત્રોતમાં રહેલો પાણી જથ્‍થો ખુબ જ મર્યાદિત છે. શહેરમાં પીવાના પાણીના ભુતીયા કનેકશન ડાયરેકટ પમ્‍પીંગ વિગેરેથી થતી ચોરી અટકાવવી જરૂરી છે.

આ બાબતે જુદા જુદા ૧રપ અધિકારીઓ કર્મચારીઓને વોર્ડ સોંપવામાં આવ્‍યા છે. તેઓએ વોર્ડ નંબરના વિસ્‍તારોમાં પાણી વિતરણ સમયે સ્‍થળ પર રૂબરૂ હાજર રહી અલગ અલગ  રીતે થતી પાણી ચોરીનું સઘન ચેકિંગ કરવાનો હુકમ કરવામાં આવ્‍યો છે.

વધુમાં સુત્રોએ જણાવ્‍યુ હતું કે પાણી ચેકિંગ કરનારી ટીમોએ ચેકિંગ દરમિયાન ડાયરેકટ પમ્‍પીંગના કિસ્‍સામાં જે તે આસામીઓને મોટર  જપ્‍ત કરીને રૂા.ર૦૦૦ વહીવટી ચાર્જ પેટેની રકમ વસુલવાની રહેશે. આ ચાર્જની રકમ દિવસ ૪ (ચાર)માં ભરપાઇ ન કરે તો નળ કનેકશન કપાત કરવાનું રહેશે.

આસામીઓ દ્વારા વહીવટી ચાર્જ પેટેની રૂા.ર૦૦૦ની રકમ જમા કરાવ્‍યા બાદ ઇલે. મોટર પરત આપવાની રહેશે. તેમજ આસામી દ્વારા ૩૦ (ત્રીસ) દિવસમાં ઇલે. મોટર પરત ન લઇ જાય. ઇલે. મોટરને સ્‍ક્રેપ ગણીને  ડંકી - બોર વિભાગ જમા કરાવવાની રહેશે. પાણી વિતરણ સમયે આસામી બીજીવાર ડાયરેકટ પમ્‍પીંગ કરતા જણાશે. તેઓની  ઇલે. મોટર જપ્‍ત કરવામાં આવશે. જે પરત કરવામાં આવશે નહી તથા આસામીનું નળ કનેકશન કપાત કરવાનું રહેશે.

ટીમોએ ત્‍યારબાદ તેમને ફાળવેલ વિજીલન્‍સના સ્‍ટાફ સહિત સ્‍થળ ઉપર ભુતીયા નળ કનેકશન (અનધિકૃત નળ કનેકશન રેગ્‍યુલરાઇઝ કરવા માટે ધોરણસર ચાર્જ ઉપરાંત વિશેષ રૂા.૩૦૦૦ વહીવટી ચાર્જ વસુલાશે.

બીજી વખત પકડાયેલ અનધિકૃત નળ કનેકશનના કિસ્‍સામાં રૂા.પ૦૦૦ વહીવટી  ચાર્જ તેમજ સંબંધીત આસામી વિરૂધ્‍ધ પબ્‍લીક પ્રોપર્ટી ડેમેજ તથા પાણી ચોરી  અંગેની પોલીસ ફરિયાદ નોંધાવવાની રહેશે.

ચેકિંગ દરમિયાન પાણીની ગુણવતા તપાસવા માટે ફલોરોસ્‍કોપ સાથે રાખીને પાણીની ગુણવતાનું પ્રમાણ ચેક કરવાનું રહેશે. જે આસામી પાસેથી વહીવટી ચાર્જ વસુલ કર્યા બાદ પણ  જે તે આસામી પાણીનો બગાડ કરતા ફરીથી માલુમ પડયેથી જે તે આસામીનું નળ કનેકશન કપાત કરવાની કાર્યવાહી કરવાની રહેશે. તેમ મ્‍યુનિ. કમિશ્નરે કહેલ.

(3:40 pm IST)