Gujarati News

Gujarati News

News of Tuesday, 10th April 2018

ભાજપ યુવા મોરચા દ્વારા વોર્ડ નં. ૮માં સ્થાપના દિનની ઉજવણી

રાજકોટ : શહેરના વોર્ડ નં.૮માં ભાજપ યુવા મોરચા દ્વારા કાલાવડ રોડ સ્થિત સંકલ્પ સિદ્ધ હનુમાન મંદિર ખાતે કેક કાપી રાહદારીઓને મોં મીઠા કરાવી ભાજપના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, શહેર ભાજપ મંત્રી વિક્રમ પૂજારા, રઘુભાઈ ધોળકીયા, વોર્ડ નં.૮ના પ્રભારી નીતિન ભૂત, શહેર યુવા ભાજપ પ્રમુખ પ્રદિપ ડવ, કાથડભાઈ ડાંગર, કોર્પોરેટર વિજયાબેન વાછાણી, જાગૃતિબેન ઘાડીયા, કિરણબેન માકડીયા, શહેર યુવા ભાજપ મંત્રી પૂર્વેશ ભટ્ટ, કુલદીપસિંહ જાડેજા, યુવા મોરચાના ધવલ માણેક, જય શાહ, સની પટેલ, નિકુંજ પટેલ, વૈભવ પટેલ, જય ગોહેલ, જય શાહ, પંકીલ માણેક, ધવલ જેશાણી, અશ્વિન રાખસીયા, ઋષભ દેસાઈ, ધર્મેન્દ્ર રાઠોડ, નીનાબેન વજીર, દીપાબેન મલકાન, રમાબેન જોષી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

 

(2:49 pm IST)