Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

વોર્ડ નં. ૭-૮-૯ના પ૦૦ના ચૂંટણી સ્ટાફને ઇવીએમ સહિતની બાબતે વિરાણી હાઇસ્કુલ ખાતે ખાસ તાલીમ

રાજકોટ : આજે વિરાણી હાઇસ્કુલ ખાતે સવારે ૧૦ થી ર દરમિયાન વોર્ડ નં. ૭-૮-૯ ના રીર્ટનીંગ ઓફીસર અને ડી.એસ.ઓ.થી પૂજા બાવડા, માસ્ટર ટ્રેનર શ્રી હિંડોચા તથા અન્ય અધિકારીઓ દ્વારા પ૦૦ થી વધુ પોલીંગ ઓફીસર-પ્રિસાઇડીંગ ઓફીસરને ઇવીએમ કેમ ઓપરેટ કરવું ટેન્ડર વોટ, કોરોના અંગે લેવાનાર કાળજી, મતદાર યાદી, મતદાન મથક, સવારે ૭ થી ૬ દરમિયાન વોટીંગ, સાંજે ૬ પહેલા મતદાનમાં ઘસારો થાય તો શું કરવું વિગેરે તમામ બાબતે તાલિમ અપાઇ હતી. તસ્વીરમાં તાલીમ લેનાર સ્ટાફ-માસ્ટર ટ્રેનરો વિગેરે નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

(3:43 pm IST)