Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

ઉદય શિવાનંદ કોવીડ હોસ્પીટલના અગ્નિકાંડના મામલામાં સાહેદોને પુરાવા સાથે હાજર રહેવા તપાસ પંચનો આદેશ

રાજકોટ તા. ૧૦ : અત્રે ઉદય શિવાનંદ કોવીડ હોસ્પીટલમાં થયેલ અગ્નિકાંડની તપાસ કરતી જસ્ટીસ ડી.એ.મહેતા તપાસ પંચ દ્વારા સાક્ષીઓને પુરાવા સાથે હાજર રહેવા આદેશ કર્યો છે.

રાજકોટ શહેરની નામાંકિત હોસ્પીટલ ઉદય શિવાનંદ કોવિડ હોસ્પીટલમાં ગઇ તા.ર૭/૧૧/ર૦ર૦ ના રાત્રીના આશરે સાડાબાર વાગયાની આસપાસ આઇસીયુમાં ઘોર બેદરકારીના લીધે  આગ લાગવા અંગેની હોનાર ઘટના બનેલી આ અગ્નિકાંડ દરમ્યાન નિર્દોષ લોકોએ જીવ ગુમાવેલ. આ ઘટના બની ત્યારે આઇસીયુનું ઇમરજન્સી એકઝીટ બંધ હતું. આઇસીયુમાં પ્રવેશવાના દરવાજાની પહોળાઇ ૩.૪ ફુટ છે જે નિયમો કરતા ખુબજ ઓછી છે. તેમજ તપાસમાં એવી હકીકત પણ જણાઇ આવી હતી કે ઉદય શિવાનંદ કોવીડ હોસ્પીટલમાં આઇસીયુ પાસે રાખવામાં આવેલ ફાયર એસ્ટીગ્યુશર્સનો ફરજ પરના હાજર કુલ-૬ પેરા મેડીકલ સ્ટાફ પૈકી કોઇ ઉપયોગ કરી શકેલ ન હતા ફરજ પરના પેરા મેડીકલ સ્ટાફને હોસ્પીટલના સંચાલક દ્વારા ફાયર ફાઇટીંગ કે ઇમર્જન્સી રેસ્કયુ અંગેની તાલીમ આપવામાં આવી ન હતી જે હોસ્પીટલના સંચાલકોના પક્ષે ગંભીર બેદરકારી છેતેમજ ફાયર વિભાગના અધિકારી તરફથી અપાયેલા રીપોર્ટ મુજબ પણ કેટલીક ખામીઓ , બેદરકારીઓ જણાઇ આવી છે જેવી કે, હોસ્પિટલમાં કોઇ જ પ્રકારનો આગના સમયે ખુબ જરૂરી એવો ઇવેકયુએશન પ્લાન બનાવવામાં આવેલ નથી તેમજ ફાયર સાઇનેજીશ કયાય જોવા મળેલ નથી તેમજ ઓટોમેટીક સ્પ્રીન્કલ સીસ્ટમ કે જે બે કે બે થી વધુ માળ માટે વ્યવસ્થા કરવી જરૂરી હોય જે આ હોસ્પીટલ જે આ હોસ્પીટલમાં જોવા મળેલ નથી. તેમજ આગ લાગે ત્યારે કર્મચારીઓએ શું શું બચાવની કામગીરી કરવાની હોય છે તેની એસ.ઓ.પી.કે લેખીતમાં પ્લાન, હોસ્પીટલના સંચાલકો દ્વારા બનાવવામાં આવેલ નથી એ રીતે હોસ્પીટલમાં ફાયર ફાઇટીંગ કે ઇમર્જન્સી રેસ્કયુ અંગે સંચાલકોના પક્ષે ગંભીર બેદરકારી દર્શાવવામાં આવી છે. હોસ્પીટલના સંચાલકોની બદરકારીના કારણે પાંચ દર્દીઓના મૃત્યુ થયા હતા.

આમ, ઉપરોકત બાબતે ઉદય શીવાનંદ કોવીડ હોસ્પીટલના સંચાલકોએ એન.બી.સી.તથા એન.એ.બી.એચ.એન્ડ ફાયર સેફટીની ગાઇડલાઇનનું પાલન કર્યું ન હોઇ જેને કારણે હોસ્પીટલમાં આવેલ પહેલા માળે આઇસીયુમા સારવાર અર્થે દાખલ થયેલા પાંચ પૈકી ચાર દર્દીઓના દાઝી જવાથી અને એક દર્દીનું ગુંગળાઇ જવાના કારણે કરૂણ મૃત્યુ નીપજેલ હોઇ જેથી ઉદય શીવાનંદ કોવીડ હોસ્પીટલનું સંચાલન કરતા ડો. પ્રકાશ મોઢા, વિશાલ મોઢા કે જેઓએ હોસ્પીટલની મંજુરી મહાનગર પાલીકા પાસેથી મેળવેલ છે. તથા ડો. તેજસ કરમટા, ડો. તેજસ મોતીવારા ,ડો. દિગ્વીજયસિંહ જાડેજા, તથા તપાસમાં નીકળે તેઓ વિરૂદ્ધ આઇ.પી.સી.કલમ-૩૦૪ (એ.), ૧૧૪ મુજબની ધોરણસરની ફરીયાદ નોંધાઇ છે.ઉદય શીવાનંદ કોવીડ હોસ્પીટલમાં થયેલ ભ્રષ્ટાચાર અને ગંભીર બેદરકારીના કારણે અગ્નીકાંડ સર્જાયેલ હતોે જેના કારણે નિર્દોષ છ લોકોને પોતાનો જીવ ગુમાવા પડેલ છે અને તેમાના પરીવારના આધાર સ્થંભ એવા વ્યકિતનું ગુમાવી ચુકેલ છે જેથી તપાસ પંચ દ્વારા અગ્નીકાંડના સાક્ષીઓ તથા સાહેદોને પુરાવાઓ સાથે હાજર રહેવા મા.જસ્ટીસ ડી.એ.મહેતાની તપાસ પંચો દ્વારા આદેશ કરવામાં આવેલ છે.

(3:17 pm IST)
  • દેશમાં કોરોના થાક્યો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો:એક્ટિવ કેસના આંકમાં સતત ઘટાડો: રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 10,510 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1, 08,58,300 થઇ :એક્ટિવ કેસ 1,38,834 થયા: વધુ 12,699 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,05 ,59, 604 થયા :વધુ 85 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,55,280 થયા access_time 1:06 am IST

  • અધીર રંજન વિરૂધ્ધ વિશેષાધીકાર ભંગનો ઠરાવ સંસદમાં મૂકાયો : ગ્રેગ થનબર્ગ ઉપર નિવેદન કરવા અંગે ભાજપના સાંસદ પી.પી.ચૌધરીએ કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરી વિરૂધ્ધ વિશેષાધીકાર ભંગની દરખાસ્ત લોકસભામાં રજૂ કરી છે. access_time 11:29 am IST

  • મહાકાલેશ્વર મંદિરની ભસ્મ આરતીના દર્શન 15 માર્ચથી કરી શકાશે : ઉજ્જૈનમાં આવેલા સુપ્રસિદ્ધ જ્યોતિર્લિંગ મહાકાલેશ્વરમાં દરરોજ સવારે થતી ભસ્મ આરતીમાં દર્શનાર્થીઓને શામેલ થવા દેવા કમિટીનો નિર્ણય : શયન આરતીના દર્શનનો સમય રાત્રીના 10-15 વાગ્યા સુધીનો કરાયો access_time 6:42 pm IST