Gujarati News

Gujarati News

News of Monday, 10th February 2020

કોટડા સાંગાણી તાલુકાના સોળીયા ગામની જમીન અંગે મનાઇ હુકમ ફરમાવતી સિવિલ અદાલત

વકીલો પાર્જીત મિલ્કતમાં પુત્રીને હિસ્સો આપવાનો પિતા ઈન્કાર કરી શકે નહિઃ કોર્ટ

રાજકોટ તા. ૧૦: કોટડા સાંગાણી તાલુકાના ગામ સોળીયાના રેવન્યુ સર્વે નં. ૧૨૧ પૈકી ૨ તથા સર્વે ના નં. ૧૩૮ પૈકી ૨ની જમીન સંબંધે મનાઇ હુકમ અદાલતે ફરમાવેલ હતો.

આ કેસની ટુકમાં હકીકત એવી છે કે રાજકોટ જીલ્લાના કોટડા સાંગાણી તાલુકાના ગામ સોળીયાના રેવન્યુ સર્વે નં. ૧૨૧ પૈકી ૨ (નવા રેવન્યુ સર્વે નં. ૧૧૧) કે જે 'હડમતાળાના મારગે ' તરીેકે  ઓળખાતી  ખેતીની જમીન હે. ૦-૯૯-૧૭ ચો.મી. તથા રેવન્યુ સર્વે નં. ૧૩૮ પૈકી ૨ (નવા રેવન્યુ સર્વે નં. ૮૪)ની જમીન કે જે 'વીડીવાળુ' તરીકે ઓળખાતી ખેતીની જમીન હે. ૧-૬૨-૫૩ ચો.મી. જેન્તીલાલ માવજીભાઇ પાનસુરીયાની આવેલ હતી. જેન્તીભાઇ પાનસુરીયાના પત્ની હંસાબેનનું  અવસાન થયેલ હોય અને તેમને સંતાનમાં માત્ર એક પુત્રી વૈશાલી જ હોય , આમ છતા આ પુત્રી વૈશાલીનુ તેમના પિતા જેન્તીભાઇ દ્વારા કોઇપણ જાતનું લાલન પાલન કે ભરણ પોષણ કરવામાં આવતુ નથી અને તેમની પુત્રી વૈશાલીને તેમના મામા વાલજીભાઇ જીવાભાઇ સખીયા સાથે રહેવાની ફરજ પડેલ છે, તેમની પુત્રી વૈશાલી દ્વારા તેમના પિતા પાસેથી ઉપરોકત જણાવેલ વડિલોપાર્જિત  વારસાઇ મિલ્કતમાંથી વારસાઇ દરજ્જે તેમનો હિસ્સો મળવા અવારનવાર માંગણી કરવા છતાં , તેમના પિતાએ હિસ્સો આપેલ નહી. અને આવો હિસ્સો મળવા અવાર નવાર માંગણી કરવા છતાં, તેમના પિતાઅ હિસ્સો આપેલ  નહી  અને આવો હિસ્સો આપવા ન પડે તે માટે થઇને આ જેન્તીભાઇ માવજીભાઇ પાનસુરીયાએ ઉપરોકત ખેતીની જમીન તેમના ભાઇ ધીરુભાઇ માવજીભાઇ પાનસુરીયા અને બંસી રામજીભાઇ ભૂત વા./ઓ ધીરેનભાઇ પટેલનાઓને ગેરકાયદેસર રજી. વેચાણ દસ્તાવેજથી વેચાણ કરેલ હોય, જેથી વૈહાલી જેન્તીભાઇ પાનસુરીયાએ ગોંડલની સીવીલ કોર્ટમાં તેમના પિતા સામે દાવો દાખલ કરેલ અને હિસ્સો  મળવાની માંગણી કરેલ.

વાદી  વૈશાલીબેન વતી રાજકોટના ધારાશાસ્ત્રી અર્જૂન એસ. પટેલ રોકાયેલ હતા અને તેમણે એવી દલીલ કરેલ હતી કે  જેન્તીભાઇ વાદીના સગા પિતાશ્રી છે વાદીના માતા મૃત્યુ પામેલ છે. પ્રતિવાદી જેન્તીભાઇને વાદી સિવાય અન્ય કોઇ સંતાન, વાદીના માતા અવસાન પામેલ ત્યારથી વાદી તેમના મામાશ્રી સાથે નીરાધાર જીવન વ્યતીત કરે છે. પ્રતિવાદીએ પીતા તરીકેની ફરજ બજાવેલ નથી. કે પુત્રી પિતાનો પ્રેમ આપેલ નથી કે વારસાઇ મિલ્કતમાં હિસ્સો આપેલ નથી. હિન્દુ સકસેશન એકટ કલમ -૬માં કરેલ સુધારા પ્રમાણે  વાદીનો દાવાવાળી મિલ્કતમાં વારસાઇ હક્ક , હીત હીસ્સો અવેલ છે. અને તેવો હક્ક હીત હીસ્સો પ્રતિવાદી આપવા બંધાયેલ છે. અને તેનો પ્રતિવાદી  ઈન્કાર કરી શકતા નથી.

અદાલતે વાદી તરફે રજુ થયેલ દસ્તાવેજી પુરાવા તથા દલીલો ધ્યાને લઇ એવુ ઠરાવેલ છે કે, વાદીનો પ્રાઇમાફેસી  કેસ છે. વાદી પ્રતિવાદી નં.૧ના પુત્રી છે. પ્રતિવાદીઓના ભાગે આવેલ જમીન વારસાઇ રૂએ આવેલ છે. પ્રતીવાદીની સ્વઉપાર્જિત મિલ્કત નથી. વાદીની સ્થિતી જોવા માં ઓ તો  દાવાવાળી મિલ્કત કોપાર્સનરી છે અને વાદી પણ કોર્સનર છે. દાવાવાળી મિલ્કત  પ્રતિવાદી નં.૧ અને ૨ની સ્વઉપાર્જિત છે એવો પ્રતિવાદી નં. ૧અને ૨નો કેસ નથી અને બચાવ નથી. આમ વાદીને જે દાવાવાલી  મિલ્કતમાં હક્ક  કાયદાથી આપવામાં આવેલ છે. તેનાથી તે વિભ્રાંત થયેલાનુ જણાય છે. જેથી સગવડતા અને અગવડતાનુ પલ્લુ પણ વાદીની તરફેણમાં છે. જો વાદીની મનાઇ હુકમની અરજી મંજુર કરવામાં ન આવે તો એવુ બને કે વાદીએ પોતાને કાયદાથી મળેલ અધિકાર ગુમાવી દેવા પડે અને જમીન અને તેનાથી મળતા લાભ એવા હોય છે કે જે નાણાથી પુરી ના શકાય તેવુ ઠરાવી વાદી વૈશાલીબેન જેન્તીભાઇ પાનસુરીયા મનાઇ હુકમની અરજી અંશતઃ મંજુર કરેલ અને પ્રતિવાદીઓ દાવાવાળી મિલ્કત અન્ય કોઇ રીતે ટ્રાન્સફર ન કરે અને દાવાની તારીખે તે પરિસ્થિતી છે તે દાવાના આખરી નીકાલ થતા સુધી જાળવી રાખે તેવો હુકમ કરેલ છે.

આ કામમાં વૈશાલીબેન જેન્તીભાઇ પાનસુરીયા વતી એડવોકેટ તરીકે રાજકોટના  ધારાશાસ્ત્રી શ્રી અજૂન એસ. પટેલ, મુકેશ જી. ગોંડલીયા , સત્યજીત ભટ્ટી, જવલંત પરસાણા , જીગર નસીત રોકાયેલ હતા.

(4:05 pm IST)