Gujarati News

Gujarati News

News of Monday, 10th February 2020

રાજકોટના પૂર્વ વિસ્તારમાં વધુ ૧૧૦૦ વિધવા બહેનોને ૧૫૦૦ રૂપિયાની સહાય મળશે

તમામના બેંક ખાતા ખોલી દેવાયા, મંજુરી અપાય ગઇઃ ઇન્ચાર્જ પૂર્વ મામલતદાર વાછાણી દ્વારા કાર્યવાહી

રાજકોટઃ તા.૧૦: શહેરના પૂર્વ વિસ્તારમાં બાકી રહેલ વિધવા બહેનોને સહાય આપવાની કવાયત કલેકટર તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલ. જેમાં નવા ૧૧૦૦ જેટલા બહેનોનો ઉમેરો કરવામાં આવ્યો છેે.

ઇન્ચાર્જ પૂર્વ મામલતદારશ્રી વાછાણી દ્વારા શહેરના પૂર્વ વિભાગના વિસ્તારો રૂખડીયાપરા, ભગવતીપરા, મોરબી રોડ, સામો કાંઠો વગેરે જગ્યાએ આત્મીય કોલેજ તથા આર.કે. કોલેજના ૫૦-૫૦ વિદ્યાર્થીઓ પાસે સર્વે કરાવી ન ઉમેરાયેલ વિધવા બહેનોના ફોર્મ ભરવાની કાર્યવાહી કરવામાં આવેલ.

નવા ભરવામાં આવેલ તમામ ૧૧૦૦ ફોર્મને મંજુરી આપી પોસ્ટ ઓફીસમાં ખાતા પણ ખોલાવી દેવામાં આવેલ. વિધવા બહેનોના ખાતામાં દર મહિને સરકાર દ્વારા  તેમના ખાતામાં રૂ.૧૫૦૦ જમા કરવામાં આવશે.

(4:05 pm IST)