Gujarati News

Gujarati News

News of Monday, 10th February 2020

પૂ. સુશાંતમૂનિ મ.સા., પૂ. પારસમુનિ મ.સા. તથા મહાસતીજી વૃંદની નિશ્રામાં

તપ સમ્રાટ તીર્થધામમાં પૂ. રતિલાલજી મ.સા.ના ૨૨માં પુણ્ય સ્મૃતિદિન ભવ્ય ઉજવણી

પૂ. પારસમૂનિ મ.સા.નું આગમી ચાતુર્માસ શેઠ ઉપાશ્રય : પૂ.સુશાંતમૂનિ મ.સા., પૂ.પારસમુનિ મ.સાહેબે ૨૦૨૧ના ચાતુર્માસની ગોંડલ ગાદી ઉપાશ્રય ચાતુર્માસની ગોંડલ સંઘ પ્રમુખની વિનંતીનો કર્યો સ્વીકાર સભા જયનાદ થી ગુંજી ઉઠી

રાજકોટ : તા. ૧૦ ગોંડલ સંપ્રદાયના ગાદીપતિ પૂ. ગુરૂદેવશ્રી ગિરિશચંદ્રજી સ્વામીના સુશિષ્ય ગુજરાત રત્ન પૂ.શ્રી સૂંશાતમૂનિ મ.સા. તથા મહામંત્ર પ્રભાવક પૂ. જગદીશમુનિ મ.સા.ના શિષ્યરત્ન સદ્ગુરૂદેવ પૂ. શ્રી પારસમુનિ મ.સા. એવં પૂ. મુકત-લીલમ ગુરૂણીના સુશિષ્યા આર્દશ યોગિની પૂ.પ્રભાબાઇ મ.સ.આદિ, પૂ. રાજમોતીબાઇ મ.સ., સદાનંદી સુમતિબાઇ મ.સ. આદિ, પૂ. વનિતાબાઇ મ.સ., પૂ.દિક્ષિતાબાઇ મ.સ., પૂ. સુનિતાબાઇ મ.સ. આદિના સાંન્ધિયે તા. ૮/૨/૨૦૨૦ના શનિવારના રોજ તપસમ્રાટ તીર્થધામમાં તપસમ્રાટ પૂ. રતિલાલજી મ.સા.ના ૨૨માં પુણ્યસ્મૃતિ દિનની ભવ્યાતિભવ્ય ઉજવણી થઇ.

આ પ્રસંગે પૂ. સુશૉતમુનિ મ.સાહેબે મંગલાચરણ કર્યાબાદ લુક અન લર્ન બાલિકાઓએ ગુરૂચરણમાં સમર્પણનું સુંદર નૃત્ય રજૂ કર્યુ. સી.એમ. શેઠ દ્વારા સ્વાગત પ્રવચન કરાયું પૂ. સંજીતાબાઇ મ.સ.એ ગુરૂભકિત ગીત રજૂ કર્યુ. પૂ. સુનિતાબાઇએ પોતાના ગુરૂ પ્રત્યેના અહોભાવ વ્યકત કર્યા. ગોંડલ સંપ્રદાય વતી પ્રવીણભા ઇ કોઠારીએ પોતાના ભાવ વ્યકત કરી  ભાવાંજલી અર્પણ કરી. ડો. પૂ. અમિતાબાઇ મ.સ.એ ગુરૂઋણ ભાવ વ્યકત કર્યા.એક કવીઝ 'તપસ્વી ગુરૂ કે નામ' પૂ. ડો.સુજીતાબાઇ મ.સ., ડો.પૂ. અંજીતાબાઇ મ.સ.એ રમાડેલ.

સદ્ગત સરયુબેન ચંદ્રકાંતભાઇ શેઠ, સદ્ગત હરજીવનદાસ શેઠ (વિસાવદરવાળા), સદ્ગત કાંતિભાઇ લાધાભાઇ શેઠને એક મિનિટના મૌન અને પાંચ નવકારમંત્ર ગણીને સર્વએ ભાવાંજલી અપર્ણ કરેલ તેમના સત્કાર્યોનું સ્મરણ કરેલ.

રાષ્ટ્રસંત પૂ. નમ્રમુનિ મ.સા. પ્રેરિત 'તપસમ્રાટ પ્રસાદમ્' લાઇવ રોટીમેકરનું લોકાપર્ણ કરવામાં આવ્યું. સહયોગી લાભાર્થી પરિવાર ઉમાબેન મહેન્દ્રભાઇ મહેતા, વિમળાબેન દિલિપભાઇ મહેતાએ લીધેલ. 'તપસમ્રાટ પ્રસાદમ્' ઉવસગ્ગહંર સાધના ભવન- પારસધામ રાજકોટ દ્રારા ચાલતા મિશનોને અર્પણ કરેલ છે. 'લાઇવ રોટી મેકર' પ્રોજેકટ ભારતમાં સર્વ પ્રથમવાર રાષ્ટ્રસંત પૂ. નમ્રમુનિ મ.સા.ની પ્રેરણાથી પ્રાંરભ થયેલ છે. 'રોટી ઓન વ્હીલ' લોકાપર્ણની કી (ચાવી) તુષારભાઇ મહેતા, સેતુરભાઇ દેસાઇ અને અલ્પેશભાઇ મોદી ને અર્પણ કરવામાં આવેલ. સોના અને  ચાંદીની લગડી તથા રૂદ્રાક્ષની માળાના લક્કી ડ્રો કરવામાં આવેલ જેના લાભ ગુરૂભકતોએ લીધેલ.

ચંદ્રકાંતભાઇ શેઠ દ્વારા સદગુરૂદેવ પૂ. પારસમુનિ મ.સા.ને આગમી ૨૦૨૦નું ચાતુર્માસ શેઠ ઉપાશ્રય રાજકોટને આપવા વિનંતી કરવામાં આવતા પૂ. ગુરૂદેવે સર્વ આગારો સહિત આગમી ચાતુર્માસ શેઠ ઉપાશ્રય- રાજકોટમાં ઘોષણા કરતા સર્વત્ર હર્ષ અને આંનદની લાગણી ફરી વળી હતી.

ત્યારબાદ ગોંડલ સંઘ પ્રમુખ પ્રવિણભાઇ કોઠારી દ્વારા દાદા ડુંગર ગુરૂદેવોની ૨૦૦મી પુણ્યતિથિના અવસરે જશ-ઉત્તમ-પ્રાણ સંઘાણી પરિવારના સર્વ ગુરૂદેવો અને સતીરત્નો ગોંડલ ચાર્તુમાસ પધારે અને દ્વિશતાબ્દી મહોત્સવ ભ્વયાતિ ભવ્ય ઉજવવાની રજૂઆત કરી. ૨૦૦મી પુણ્યતિથિ નિમિતે ત્રણેય પરિવારના બધા ગુરૂદેવઁ અને સતીરત્નોને ચાર્તુમાસ પધારવા વિનંતી કરીએ છીએ. તે ઉપલક્ષે  પૂ. સુશાંતમુનિ મ.સા. તથા પૂ. પારસમુનિ મ.સા.ને આગમી ૨૦૨૧નું ચાર્તુમાસ ગોંડલ પધારવા ભાવભરી વિનંતી કરી અને રાજકોટ બાદ મુંબઇ ન જવા પરંતુ પૂ.  સુશાંતમુનિ મ.સા. સંગાથે ગોંડલ પધારવા વિનંતી કરતા સર્વત્ર ગુરૂદેવ અમારો અંતરનાદ અમને આપો. ચાર્તુમાસ નો જયનાદ તથા પૂ. સુશાંતમુનિ મ.સા. અને પૂ. પારસમુનિ મ.સા. દ્વારા આગમી ૨૦૨૧નું ચાતુર્માસ ગોંડલ ગાદી ઉપાશ્રય ૨૦૦મી પુણ્યતિથિ નિમિતે ગોંડલ સંઘની ભાવનાનો સ્વીકાર કરીને ઘોષિત કરવામાં આવ્યું. અને ગોંડલ સંઘને અન્ય સંતો અને સતીરત્નોને ચાતુર્માસ ૨૦૨૧માં ગોંડલ પધારવા વિનંતી કરવા જણાવેલ.

પ્રવિણભાઇ કોઠારીએ બંને ગુરૂદેવો એ ગોંડલ પધારવા પહેલ કરી સંઘની વિનંતી સ્વીકારી તે બદલ આભાર માનેલ. અને ગોંડલ દાદા ગુરૂદેવના ચાર પરિવાર જશ-ઉત્તમ-પ્રાણ અને સંઘાણી બધા પધારે શાસન અને સંપ્રદાયની શોભા વધારે તેવી ભાવના વ્યકત કરી.

પૂ. પૂ. પારસમુનિ મ.સા. ૧૯૮મી પુણ્યતિથિમાં પધાર્યા હતા. આગમી દાદા ગુરૂદેવની પુણ્યતિથિમાં પધારે તેવી ભાવના વ્યકત કરી. પૂ. પારસમુનિ મ.સા.ને વિનંતી કરી તેનો પણ બંને ગુરૂદેવો એ સ્વીકાર કરેલ.

વડિયા ગૌશાળામાં એક લાખ અગિયાર હજારની તિથિના કાયમી ફંડની જાહેરાત કરવમાં આવી. જેમાં અનેક દાતાઓએ લાભ લીધેલ.

દર વર્ષની જેમ આ વર્ષે પણ સવારે ૬:૩૦ કલાકે ચૌધરી હાઇસ્કૂલથી તપસમ્રાટ તીર્થધામ પદયાત્રાનો પ્રાંરભ કરવામાં આવેલ.

તપસમ્રાટ ગુરૂદેવના મહાપ્રયાણના સમય ૧.૩૯ વાગ્યે તપસ્વી ગુરૂશરણંમમ સકલ વિઘ્ન હરણંમમના વિવિધરાગમાં પૂ.મહાસતીજીના શ્રીમુખે સામુહિક જપ સાધના કરવામાં આવેલ

 સમગ્ર કાર્યક્રમનુંઆયોજન સી.એમ.શેઠ, ભાવેશભાઇ શેઠ, ડોલરભાઇ કોઠારી દ્વારા કરવામાં આવેલ તેમાં અર્હમ સેવાયુવા ગ્રુપ, મનહરપ્લોટ યુવા ગ્રુપ, ગોંડલ વેસ્ટ સંઘ, નેમીનાથ વીતરાગ યુવાગ્રુપ, રેસકોર્સ પાર્ક યુવા ગ્રુપ, આદિ ધ્વારા સેવા આપવામાં આવેલ.

ગોંડલ સંઘ, રાજકોટના વિવિધ સંઘો, બહારગામના સંઘો અને સર્વ ગુરૂભકતો ઉપસ્થિત રહેલ. સમગ્ર કાર્યક્રમનું  સંચાલન ડોલરભાઇ કોઠારીએ કરેલ.

(4:00 pm IST)