Gujarati News

Gujarati News

News of Monday, 10th February 2020

તાલુકા પોલીસ અને ભકિતનગર પોલીસે ત્રણ દરોડામાં ૪.૪૦ લાખનો દારૂ પકડ્યો

રસુલપરામાંથી ૨.૨૩ લાખનો અને રિક્ષા તથા કારમાંથી ૧.૯૨ અને ૨૫.૫૦૦નો દારૂ મળ્યો

પીએસઆઇ ડામોર, એએસઆઇ હર્ષદસિંહ, વિક્રમભાઇ, ભાવેશભાઇ, મહેન્દ્રસિંહ અને દિવ્યરાજસિંહની બાતમી પરથી દરોડા

રાજકોટ તા. ૧૦: દારૂના ધંધાર્થીઓ પર પોલીસની ધોંસ યથાવત રહી છે. તાલુકા પોલીસે રસુલપરામાંથી એક શખ્સને રૂ. ૨,૨૩,૦૦૦ના દારૂ સાથે અને ભકિતનગર પોલીસે હુડકો ચોકી પાછળ પટમાંથી રિક્ષામાં ૧.૯૨ લાખના દારૂ સાથે પકડ્યો છે. આ ઉપરાંત ભકિતનગર પોલીસે બીજા દરોડામાં બે શખ્સને કારમાં ૫૧ બોટલ દારૂ સાથે પકડી લીધા હતાં. કુલ ત્રણ દરોડામાં ૪,૪૦,૫૦૦નો દારૂ કબ્જે કરવામાં આવ્યો છે.

તાલુકા પોલીસ મથકના પીએસઆઇ એન.ડી. ડામોર, એએસઆઇ હર્ષદસિંહ ચુડાસમા અને કોન્સ. રાજવિરસિંહ જાડેજાની બાતમી પરથી રસુલપરામાં બજરંગ સોસાયટીમાં રહેતાં બાબુ ગગજીભાઇ પરીયા (ઉ.૫૦) નામના ચુનારા શખ્સના ઘરમાં દરોડો પાડી રૂ. ૨,૨૩,૨૦૦નો ૫૫૨ બોટલ દારૂ કબ્જે કરી તેની ધરપકડ કરી હતી. બાબુએ આ દારૂ ધીરૂ ઉર્ફ બાડો ઇશ્વરભાઇ સંઘાણી (રહે. કોઠારીયા સોલવન્ટ) અને ચંદ્રકાંત ઉર્ફ લાલા પાસેથી મંગાવ્યાનું કબુલતાં બંનેની શોધ થઇ રહી છે.ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જે. એસ. ગેડમ, એસીપી જે. એચ. સરવૈયાની સુચના હેઠળ પીઆઇ જે.વી. ધોળા અને બાતમી મળી તે ટીમ તથા એએસઆઇ જે. ડી. વાઘેલા, ભગીરથસિંહ ઝાલા, દિવ્યરાજસિંહ ઝાલા, મહેશભાઇ સેગરલીયા, અરજણભાઇ ઓડેદરા, દિપલબેન ચોૈહાણ સહિતે આ કામગીરી કરી હતી.

જ્યારે ભકિતનગરના હેડકોન્સ. વિક્રમભાઇ ગમારા, કોન્સ. ભાવેશભાઇ મકવાણાની બાતમી પરથી હુડકો ચોકી પાછળ માધવ હોલ સામેના પટમાંથી જંગલેશ્વર અંકુર સોસાયટી-૬ના મોઇનબીન ઇમ્તિયાઝબીન કશિરી (ઉ.૨૬)ને જીજે૦૩એઝેડ-૪૦૮૯ નંબરની રિક્ષામાં રૂ. ૧,૯૨,૦૦૦નો ૩૮૪ બોટલ દારૂ ભરીને નીકળતાં પકડી લેવાયો હતો. કુલ રૂ. ૨,૪૨,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. આ ઉપરાંત હેડકોન્સ. મહેન્દ્રસિંહ ડોડીયા અને કોન્સ. દિવ્યરાજસિંહ ઝાલાની બાતમી પરથી આંનદનગર બ્લોક નં. એલ-૬/૬૯માં રહેતાં સમીર ઉર્ફ સલિમ ઉર્ફ સલિયો આમદભાઇ જુણેજા (ઉ.૨૦) તથા કોઠારીયા રોડ મારૂતિનગર-૨માં રહેતાં રક્ષીત ઉર્ફ ચકી રાજેશભાઇ પરમાર (ઉ.૨૫)ને જીજે૧૮એબી-૬૮૦૧માં રૂ. ૨૫૫૦૦નો ૫૧ બોટલ દારૂ રાખી નીકળતાં સાધના સોસાયટી મેઇન રોડ પર શુભમ્ સ્કૂલ પાસેથી પકડી લેવાયા હતાં. ડીસીપી રવિમોહન સૈની, એસીપી એસ.આર. ટંડેલની રાહબરીમાં પીઆઇ વી. કે.ગઢવી, પીએસઆઇ જેબલીયા, મહેન્દ્રસિંહ, દિવ્યરાજસિંહ, વાલજીભાઇ, વિશાલભાઇ, હિતેષભાઇ, રાજેશભાઇ અને બાતમી મળી તેણે આ દરોડો પાડ્યો હતો. (૧૪.૯)

 

(11:54 am IST)