Gujarati News

Gujarati News

News of Monday, 10th February 2020

ભીખારણનો સ્વાંગ રચી ઘરમાં ઘુસી ચોરીઓ કરતી લીલા ઉર્ફ લીલુ અને દારૂના ગુનામાં સામેલ ગાંધીગ્રામના ઇમ્તિયાઝ ઉર્ફ તોતાને પાસામાં ધકેલાયો

રાજકોટઃ સવારના સમયે ભીખારણનો વેશ ધારણ કરી ખુલ્લા ઘરોમાં ઘુસી જઇ પળવારમાં રોકડ, પર્સ, મોબાઇલ ફોન સહિતની મત્તા ચોરી ભાગી જતાં હાલ કણકોટના પાટીયા પાસે નારાયણનગર પાસે ઝૂપડામાં રહેતી લીલા ઉર્ફ લીલુ ધીરૂભાઇ વાઘેલા (ઉ.૪૬) નામની દેવીપૂજક મહિલાને તાજેતરમાં ક્રાઇમ બ્રાંચે ચોરીના ગુનામાં પકડી હતી. આ મહિલાને પાસામાં ધકેલવાની દરખાસ્ત પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે મંજુર કરતાં પીઆઇ વી. કે. ગઢવી, પીઆઇ એસ. એન. ગડ્ડુ, પીએસઆઇ પી. બી. જેબલીયા, હેડકોન્સ. નિલેષભાઇ મકવાણા, ઘનશ્યામભાઇ મેણીયા, પ્રતાપસિંહ રાણા, કોન્સ. મહેશભાઇ જોગડા, હાર્દિક પીપળીયા, રાજુભાઇ દહેકવાડ, શૈલેષભાઇ રાવલ, અજયભાઇ શુકલ, ઇન્દ્રજીતસિંહ સિસોદીયા, રાહુલગીરી ગોસ્વામી સહિતે વોરન્ટ બજવણીની કામગીરી કરી હતી.

આ ઉપરાંત ગાંધીગ્રામ શેરી નં. ૮ બંધ શેરી સંજરી ખાતે રહેતાં ઇમ્તિયાઝ ઉર્ફ તોતો અબ્દુલરઝાક શેખ (ઉ.૨૭)ને પણ પાસામાં ધકેલવાની દરખાસ્ત મંજુર થતાં ગાંધીગ્રામ પીઆઇ કે. એ. વાળા, પીએસઆઇ જે. એમ. ભટ્ટ, હીરાભાઇ રબારી, રશ્મિનભાઇ પટેલ, રાહુલભાઇ વ્યાસ, વનરાજભાઇ લાવડીયા, દિવ્યરાજસિંહ જાડેજા, ગોપાલભાઇ પાટીલ, હાર્દિકસિંહ પરમાર, દિગુભા ગોહિલ, અમીનભાઇ, શૈલેષભાઇ, બ્રિજરાજસિંહ, હિતુભા, કનુભાઇ, ભુમિકાબેને વોરન્ટની બજવણી કરી હતી.

(12:03 pm IST)