Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

રેલ્વેમાં ગુજરાતમાંથી સૌપ્રથમ લેડી લોકો પાયલેટ આપવાનું ગૌરવ રાજકોટ ડિવીઝનના ફાળે

આજે ૨૧મી સદીમાં મહિલાઓ દરેક ક્ષેત્રે વ્યવસાયમાં આગળ નીકળી રહી છે ત્યારે રેલ્વેમાં પણ હવે લોકો પાયલોટ ક્ષેત્રમાં અનેક મહિલાઓ ફરજ બજાવી રહી છે. જેમાં રાજકોટ ડિવીઝને પણ બે લેડી લોકો પાયલોટની ભેટ આપી છે. જે સમગ્ર ગુજરાતમાં રેલ્વેમાં ફરજ બજાવતી સૌપ્રથમ લેડી લોકો પાયલેટ છે. જેનું પશ્ચિમ રેલ્વેને પણ ગૌરવ છે. ભાવના ગોમે અને સરિતા ખુશવા સામાન્ય રેલ્વે કર્મચારી જેવા જ લાગે છે, પરંતુ આ બંને મહિલા લોકો પાયલોટની ફરજ બજાવે છે. સરિતા અને ભાવના હાલ રાજકોટથી અનેક એકસપ્રેસ ટ્રેનને એક રૂટથી બીજા રૂટ પર ચલાવી રહી છે. આ બંનેએ રાજકોટ-વિરમગામ, રાજકોટ-સોમનાથ, રાજકોટ-ઓખા જેવી અનેક પેસેન્જર ટ્રેનોમાં લોકો પાયલેટની ફરજ બજાવી છે. સાથે જ માલગાડી પણ ચલાવવાનો અનુભવ ધરાવે છે. બંનેએ રતલામ અને ઉદયપુર ખાતે લોકો પાયલેટની ટ્રેનીંગ મેળવી છે. મુળ મધ્યપ્રદેશના ઉજ્જૈનની ભાવના ગોમે બાળપણથી જ ઘર પાસેથી નીકળતી ટ્રેનને જોઈ ટ્રેન ચલાવવાનું સપનુ તેને જોયુ હતું. તેનું સપનુ આજે પૂરૂ થયુ છે. બંને મહિલા લોકો પાયલોટ તેઓની આ સિદ્ધિથી ખુશ છે અને ભવિષ્યમાં રાજધાની કે શતાબ્દી ટ્રેન ચલાવવાની ઈચ્છા ધરાવે છે. (૩૭.૧૫)

 

(5:52 pm IST)