News of Saturday, 10th February 2018

અટીકામાં નિર્દોષ સથવારા યુવાન પર હુમલો કરનારા શખ્સોની પોલીસે હવા કાઢી નાંખી

ભકિતનગર પોલીસે અટીકા ત્રિશુલ ચોકમાં ચારેયનું સરઘસ કાઢ્યું

રાજકોટ તા. ૧૦: કોઠારીયા રોડ સ્વાતિ પાર્ક શેરી નં. ૧ બ્લેક નં. બી-૨૦માં રહેતાં સુજીત સવજીભાઇ રાઠોડ (ઉ.૩૫) નામના સથવારા યુવાનને પરમ દિવસે રાત્રે અટિકા ઇન્ડસ્ટ્રીયલ એરિયા ત્રિશુલ ચોકમાં હતો ત્યારે વિજય અશોકભાઇ અત્રેશા અને સાથેના ત્રણ અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી ગાળો દઇ લાકડી-ધોકાથી માર મારતાં ફરિયાદ થઇ હતી. આ ગુનામાં ચાર શખ્સો વિજય તથા શુભમ્ રામસુરભાઇ રાબા (ગઢવી) (ઉ.૨૩-રહે. હસનવાડી-૨), યાજ્ઞિક વાલજીભાઇ કોલદ્રા (ઉ.૨૩-રહે. શિવનગર-૪) અને વિજય કાળુભાઇ પઢીયાર (ઉ.૨૦-રહે. હસનવાડી-૨)ની ધરપકડ કરી ગત રાત્રે ચારેયને અટિકા ત્રિશુલ ચોકમાં લઇ જઇ ભકિતનગર પોલીસે આગવી ઢબે જાહેર સરભરા કરી કાયદાનું ભાન કરાવ્યું હતું. ચારેયે હાથ જોડી માફી માંગી હતી.

સુજીત પરમ દિવસે સાંજે સાડા આઠેક વાગ્યે પોતાનું બાઇક હંકારીને ત્રિશુલ ચોકમાંથી નીકળતાં વિજય કોળી અચાનક આડો આવી જતાં સુજીતે પોતાનું બાઇક બ્રેક મારી ઉભુ રાખી દીધુ હતું. એ સાથે જ વિજય ઉશ્કેરાયો હતો અને આ રીતે કેમ ચલાવે છે? કહી ગાળો દઇ ઝઘડો કરી ઢીકા-પાટુ માર્યા હતાં. તેમજ બીજા ત્રણ શખ્સો પણ આવી જતાં તેણે લાકડીના ધોકાથી હુમલો કરી દાદાગીરી, લુખ્ખાગીરી કરી હતી. આ ગુનામાં ચારેયની ધરપકડ કરી પોલીસે હવા કાઢી નાંખી હતી.

(2:44 pm IST)
  • ભારત અને પેલેસ્ટાઈન વચ્ચે છ કરારો થયાઃ પેલેસ્ટાઈનની મુલાકાતે ગયેલ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સન્માન માટે પેલેસ્ટાઈનનો આભાર માન્યો : બંને દેશો વચ્ચે આરોગ્ય, પર્યટન અને રમત-ગમત ક્ષેત્રે કરારો થયા access_time 5:50 pm IST

  • પ્રતિબંધ છત્તા તેજાબના ખુલ્લેઆમ વેચાણ વિરૂદ્ધ થયેલી અરજી અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને નોટિસ ફટકારી : સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને તમામ રાજ્ય સરકારો પાસેથી જવાબ માંગ્યો : અરજીમાં સર્વોચ્ચ ન્યાયાલયના આદેશનું ઉલ્લંઘન થતું હોવાનું કહેવાયું છે access_time 9:22 am IST

  • ઉત્તરાખંડમાં રાષ્ટ્રપતિ શાસન રદ્દ કરવાનો ચુકાદો આપનાર હાઈકોર્ટના મુખ્ય ન્યાયામૂર્તિને સુપ્રિમ કોર્ટમાં પદોન્નતિ માટે મોદી સરકારે મંજૂરીનો ઈન્કાર કર્યો!! access_time 11:45 am IST