Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

રાજકોટમાં બુધવારે 6 વોર્ડનાં અડધા વિસ્તરોમાં પાણીકાપ: મનપાના વોટર વર્કસની સતાવાર જાહેરાત

જેટકો દ્વારા શટડાઉન હોવાથી વોર્ડ નં. ૦૩, ૦૭, ૦૮, ૧૧, ૧૩ અને ૧૪નાં રેલનગર, લક્ષ્મીનગર, સોરઠિયા વાડી, ગુંદાવાડી, મોવડી પ્લોટ,કરણપરા, ચંદ્રેશનગર સહિતના વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે

રાજકોટ: GWIL ના જણાવ્યા અનુસાર ૬૬ કેવી સીંધાવદર સબસ્ટેશન ખાતે જેટકો દ્વારા તા.૧૨ ના રોજ શટડાઉન હોવાથી, રાજકોટ મહાનગરપાલિકાના વોટર વર્કસ અંતર્ગત ન્યારા ઓફટેક તથા બેડી ફિલ્ટર ખાતે પાણીની આવક બંધ રહેવાથી, રેલનગર હેડ વર્કસ હેઠળ આવતા વિસ્તારો (વોર્ડ નં. ૩), ચંદ્રેશનગર હેડ વર્કસ હેઠળ આવતા વિસ્તારો (વોર્ડ નં. ૮ પાર્ટ, ૧૧ પાર્ટ, ૧૩ પાર્ટ), જીલ્લા ગાર્ડન હેડ વર્કસ હેઠળ આવતા વિસ્તારો (વોર્ડ નં. ૭ પાર્ટ, ૧૪ પાર્ટ), તથા જ્યુબીલી હેડ વર્ક્સ હેઠળ આવતા કેનાલ રોડ સાઇડના વિસ્તારો (વોર્ડ નં. ૭ પાર્ટ)માં પાણી વિતરણ બંધ રહેશે.

જે વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેવાનું છે. તેની યાદી આ મુજબ છે. વોર્ડ નંબર. 3નાં રેલનગર , પોપટપરા, વોર્ડ નં.8નાં લક્ષ્‍મીનગર, નંદ કિશોર સોસા., રાધાનગર, પટેલ પાર્ક, પુર્ણિમા સોસા., જયશકિત સોસા., દાસીજીવણપરા, કરણ પાર્ક, વિદ્યુતનગર, ભકિતધામ, દેવનગર, મેધમાયાનગર. વોર્ડ નંબર. 11નાં માયાણીનગર આવાસ યોજના, માયાણીનગર-પાર્ટ, વિશ્વનગર આવાસ યોજના, વિશ્વનગર-પાર્ટ, સિલ્‍વર હાઇટસ એપા., વિરલ સોસા., નહૈરૂનગર સોસા., નહેરૂનગર અધાટ, પટેલ પાર્ક, આદિત્‍ય પાર્ક, ગીરનાર સોસા., સરદારનગર, ચામુંડાનગર-પાર્ટ, અલ્‍કા સોસા.-પાર્ટ, ઉદયનગર-૧, પુનમ સોસા.-પાર્ટ, ઓમનગર-પાર્ટ-(બી), સિલ્વર ગોલ્ડ રેસીડન્સી ૧ થી ૮,  ગોવિંદ પાર્ક, અલય પાર્ક - બી, એકતા એપાર્ટ., અલય એપાર્ટ. નાનામવા ગામ, અલય પાર્ક –એ, અલય ટાવર, તિરૂપતિ પાર્ક, જમના હેરીટેજ અને મેઇન રોડ, શાસ્ત્રીનગર -૧, શાસ્ત્રીનગર -૨, શાસ્ત્રીનગર -૩ શાસ્ત્રીનગર -૪, કલ્યાણ પાર્ક, રામ પાર્ક, ઉપાસના પાર્ક, તાપસ સોસા. અર્જુન પાર્ક્મ આવાસ, રામપાર્ક આવાસ, બિલિપત્ર એપાર્ટ., ઉપાસના પાર્ક તથા વોર્ડ નંબર.13ના અલ્કા સોસા., ચંદ્રેશનગર, અમરનગર, ઉદ્યોગનગર, મવડી પ્લોટ, નવરંગ પરા, મણીનગર, મહાદેવ વાડી, પરમેશ્વર કોલોની, રામેશ્વર પાર્ક, પટેલવાડી, એમ.પી. પાર્ક, જમુના પાર્ક, દીવાન પાર્ક, પૂજા પાર્ક, શોભાના પાર્ક, વોર્ડ નં.7ના કરણપરા, પ્રહલાદ પ્લોટ, રામનાથપરા, દિવાનપરા, હાથીખાના, કોટક શેરી. વર્ધમાન નગર, રધુવીરપરા, સોની બજાર, ધર્મેન્દ્ર રોડ, ખત્રીવાડ, લાખાજીરાજ રોડ તથા વોર્ડ નંબર.14નાં લક્ષ્મીવાડી, ગુંદાવાડી, કેવડાવાડી, લલુડી વોકડી, બાપુનગર, બાપુનગર સ્લમ ક્વાટર, ગોવિંદપરા, કોઠારીયા કોલોની (પાર્ટ), પુજારા પ્લોટ (પાર્ટ), સોરઠીયા વાડી, જયરાજ પ્લોટ, કુંભારવાડા, હાથીખાના (પાર્ટ), સોરઠીયા પ્લોટ, ઘાંચીવાડ, નવયુગપરા, મીલપરા  વિગેરે વિસ્તારોમાં પાણી વિતરણ નહિ થાય.

(9:11 pm IST)