Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

વિ.સં.૨૦૭૮ મકરસંક્રાતિનું ફળ

વિક્રમ સવંત ૨૦૭૮ પ્રમાદી નામ સવંન્તસર શાકે ૧૯૪૩ પ્લવનામ સવન્તસર ઉતરાયન-શિશિરઋતુ-પોશસુદ ૧૨ શુક્રવાર તા.૧૪ના રોજ સુર્યનારાયણ મકર રાશીમાં ૭:૧૪મી ૩૦ એ પ્રવેશ કરે છે. આ સમયે નક્ષત્ર રોહીણી-યોગ-બ્રહ્મ-કરણ-બાલવ ચંદ્ર વૃષભ રાશીમાં છે.

સંક્રાતિનું સ્વરૂપ

આ વર્ષ વાહન વાદ્ય છે ઉપવાદન અશ્વ છે પીળા કપડા પહેરેલ છે. હાથમાં આયુદ્ય ગદા ધારણ કરેલ છે. જાતિ સર્પ છે. કેશરમુ તિલક કરેલ છે તે બેઠેલી છે. દુધપાક ખાતી અને જુઇનું પુષ્પ ધારણ કરેલ છે. મોતીની આભૂષણ ધારણ કરેલ છે. વારનામ મિશ્રા છે. નક્ષત્રનામ નંદા છે. સામુદાય મુર્હુત ૪૫ સમર્ધ છે. ઉત્તરમાંથી આવીને દક્ષિણ તરફ જાય છે. તેની દ્રષ્ટીને નેરૂન્ય દિશા તરફ છે. મુખ પૂર્વ તરફ છે જેથી ઉતર અને નેરૂત્ય દિશામાં લોકોને સુખ મળે.

સંક્રાતિ માટે એમ મનાય છે કે જે જે વસ્તુઓ કે વ્યકિતઓ સાથે સંક્રાન્તીને સબંધ થાય છે. તે વસ્તુઓ મોંઘી થાય છે. તથા તેની સાથે સબંધ કરાવતી વ્યકિતઓને ત્રાસ થાય છે. મુર્હુત ૪૫ સામ્યાર્ધ છે. વરસાદ સારો પડે વાદ્ય, અશ્વ, જેવા પ્રાણીઓમાં રોગચાળો ફેલાય વાદ્ય, અશ્વની અનેક જાતો લુપ્ત થતી લાગે પીળી વસ્તુઓમાં હળદર, સોનુ, ચણાદાળ વિ. ભાવ વધે કન્યા જાતિને તંદુરસ્તીની વિશેષ કાળજી લેવી જરૂરી બને સંક્રાતિ દરમિયાન તલનું વિશેષ મહત્વ છે. તલખાવા, તલનું અભ્યંગ, તલનો હોમ, તલનું દાન, તલનું મિશ્રિત જળથી સ્નાન કરવું સંક્રાન્તી પુણ્યકાળ દરમિયાન નવા વાસણ, ગાયોને ચારો, નવાવસ્ત્ર, વગેરેનું દાન કરવું સુર્યનારાયણને જળ, દુધનો અભિષેક કરવો પિતૃ - તર્પણ કરવુ. શિવ પુજન કરવુ સંક્રાન્તી પુણ્યકાળ તા.૧૪/૦૧/૨૦૨૨ના ક. ૧૪.૩૦ થી ક ૧૮.૨૩મી સુધી રહેશે. (મહાપુણ્યકાળ ૧૪.૩૦ થી ૧૬.૧૯)

સંક્રાતિની વિગત

વાહન- વાદ્ય

ઉપવાહન- અશ્વ

વસ્ત્ર- પીળુ

તિલક- કેશર

જાતિ- સુર્ય

વાસ્યનામ- મિશ્રા

નક્ષત્ર નામ- નંદા

પુષ્પ- જુઇ

વય- કુમારી

ભક્ષણ- દુધપાક

આભુષણ- મોતી

પાત્ર- રૂપુ

કંચુકી- પર્ણ

સ્થિતિ- બેઠેલી

આયુદ્ય- ગદા

આગમન- ઉતર

મુખ- પુર્વ

દ્રષ્ટી- નેરૂત્ય

ગમન- દક્ષિણ

સંક્રાતિમાં બારે

રાશિવાળાઓને શું દાન કરવું ?

મકર, મેષ, કન્યાઃ ઘી, ખાંડ, સફેદતલ,સફેદ કાપડ તથા રૂપાનું દાન કરવું

મિથુન, તુલા, કુંભઃ કાળા તલ, સ્ટીલનું વાસણ, કાળુ કાપડ વગેરેનું દાન કરવું

સિંહ, મીન, વૃશ્રિકઃ ઘંઉ, ગોળ, લાલ કાપડ, લાલ તલ તાંબાનું વાસણનું દાન કરવું

વૃષભ, કર્ક, ધનઃ ચણાની દાળ, પીળુ કાપડ, પિતળનું વાસણનું દાન કરવું

શાસ્ત્રી બટુક મહારાજ

કાળીપાટ ગામ

શ્રી સ્વામીનારાયણ મંદિરના

પુજારી

મો.૯૮૯૮૨ ૬૫૯૮૦

(12:42 pm IST)