Gujarati News

Gujarati News

News of Thursday, 10th January 2019

શ્યામ રાજાણીનું વધુ એક કારસ્તાનઃ ઇજાનું બોગસ સર્ટી કાઢ્યાનો ચોંકવાનારો આક્ષેપ

મારામારીમાં સામાન્ય ઇજા હોવા છતાં શ્યામ રાજાણીના સર્ટીને કારણે કલમ ૩૨૫નો ઉમેરો થયો'તોઃ પોતાને ખોટી રીતે સહન કરવું પડ્યાની વિજયનગરના મનુભાઇ સોલંકીની પોલીસ કમિશ્નરને ફરિયાદ

રાજકોટ તા. ૧૦: શ્યામ રાજાણીએ ખોટી ડીગ્રીને આધારે ડોકટર બની હોસ્પિટલ ચાલુ કરી દીધાનો પર્દાફાશ થયો છે અને તેની તપાસ ચાલી રહી છે ત્યારે વધુ એક ચોંકાવનારા આક્ષેપ સાથેની લેખિત ફરિયાદ પોલીસ કમિશ્નરશ્રીને ઉદ્દેશીને કરવામાં આવી છે. જેમાં એવો આરોપ મુકાયો છે કે મારામારીના એક બનાવમાં સામેની વ્યકિતની નજીવી ઇજા હતી છતાં શ્યામ રાજાણીએ એ વ્યકિતને પોતાની હોસ્પિટલમાં સારવાર આપ્યાનું કહી તેને ગંભીર ઇજા પહોંચી છે તેવું ખોટુ સર્ટીફિકેટ આપી દીધું હતું. જેના આધારે પોલીસે સામાન્ય ૩૨૩, ૧૮૮, ૧૪૪ મુજબ નોંધાયેલા ગુનામાં કલમ ૩૨૫નો ઉમેરો કરી એ મુજબનું ચાર્જશીટ કરતાં જેની સામે ગુનો નોંધાયો હતો તેને ખુબ સહન કરવું પડ્યું હતું.

ભોગ બનનાર મનુભાઇ કેશાભાઇ સોલંકી (રહે. ૧૦/૮-વિજયસાગર સોસાયટી, ભાવનગર રોડ)એ પોલીસ કમિશ્નરશ્રીને લેખિત ફરિયાદ કરી છે કે પોતાના અને પુત્ર વિરૂધ્ધ કુવાડવા પોલીસે ૨૦૧૧માં મારામારીનો ગુનો નોંધ્યો હતો. જેમાં પોતે તથા પુત્ર આરોપીમાં હતાં. જે તે વખતે ફરિયાદીી બનેલી વ્યકિતએ સિવિલ હોસ્પિટલમાંથી રજા લઇ લાઇફ કેરમાં દાખલ થઇ ત્યાંથી ગંભીર ઇજા ન હોવા છતાં ગંભીર ઇજા થઇ છે તેવું સર્ટીફિકેટ મેળવી લીધું હતું. આ સર્ટીને આધારે પોલીસે કલમ ૩૨૫નો ઉમેરો કર્યો હતો અને ચાર્જશીટ ફાઇલ થતાં જે તે વખતે ખુબ સહન કરવું પડ્યું હતું. આ મામલે હવે તપાસ કરી શ્યામ રાજાણી સહિતની સામે કાર્યવાહી કરવા મનુભાઇ સોલંકીએ રજૂઆત કરી છે.

(3:49 pm IST)