Gujarati News

Gujarati News

News of Thursday, 10th January 2019

વાવડીમાં ૩II એકર જમીન ઉપરનું દબાણ દુર...

રાજકોટઃ વાવડીમાં સર્વે નં. ૬ ઉપર ઉભા થઇ ગયેલા દબાણો આજે સીટી પ્રાંત-ર શ્રી જે.ડી.ગોડા અને સ્ટાફ દ્વારા દૂર કરી લાખોની જમીન ખૂલ્લી કરાવાઇ હતી. ગૌચરની આ જમીન ઉપર દબાણો થઇ ગયાનું બહાર આવતા જ ૩.૪૯ એકર જમીન ઉપરનું દબાણ દુર કરવા ડે.કલેકટર પોતે સ્ટાફ-પોલીસ અને જેસીબી સાથ દોડી ગયા હતા અને ઉભા થઇ ગયેલા ૪ ઓરડી-૧ મોટો ઇંટનો વંડો તોડી પાડી જમીન ખૂલ્લી કરાવાઇ હતી, સરકારી ખરાબાની ગૌચરની આ જમીન હોવાનું બહાર આવ્યું હતું.

(3:35 pm IST)