Gujarati News

Gujarati News

News of Thursday, 10th January 2019

કુવાડવા રોડ ઉપર શિવધારા સોસાયટીના કોમન પ્લોટમાં ગેરકાયદે બાંધકામ શરૂ થતા લતાવાસીઓમાં રોષઃ ગેસની પાઇપ લાઇન પણ તોડી નખાઇઃ મ્યુ. કમિશ્નરને ઉગ્ર રજુઆત

રાજકોટઃ શહેરના કુવાડવા રોડ ઉપર આવેલ શિવધારા સોસાયટીના કોમન પ્લોટમાં ગેરકાયદે બાંધકામ શરૂ થતા આ વિસ્તારના સેંકડો લતાવાસીઓએ આજે સવારે એકત્રીત થઇ અને ઉગ્ર વિરોધ કર્યો હતો. જે તસ્વીરમાં દર્શાય છે. તેમજ આ લતાવાસીઓએ મ્યુ. કમિશ્નરને વિસ્તૃત આવેદન પત્ર પાઠવી અને જણાવ્યું છે કે કુવાડવા રોડ ઉપર આવેલ પ૦ ફુટના રોડ ઉપર આવેલ શિવધારા સોસાયટીના કોમન પ્લોટમાં આ વિસ્તારના બંગલોઝ વાળાઓએ ગેરકાયદે બાંધકામ કરી ગેસની લાઇન પણ તોડી નાખી છે ત્યારે આ ગેરકાયદે બાંધકામ બાબતે તાત્કાલીક તપાસ કરાવી અને યોગ્ય પગલા ભરવા માંગ છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:25 pm IST)