Gujarati News

Gujarati News

News of Wednesday, 10th January 2018

ઉતરાયણે ઘવાયેલા પક્ષીઓને બચાવવા રાજ્યવ્યાપી અભિયાન

જીવદયા ક્ષેત્રે કાર્યરત સંસ્થાઓની અમદાવાદમાં મળી ગયેલ મીટીંગઃ સરકાર દ્વારા કરૂણા એનીમલ એમ્બ્યુલન્સ કાર્યરત

રાજકોટઃ. જીવદયાપ્રેમીઓ અને જીવદયા ક્ષેત્રે કાર્યરત સંસ્થાઓએ સરકાર સાથે સંકલન કરી સમગ્ર ગુજરાતમાં દરેક જિલ્લા મુખ્ય મથકોએ હેલ્પલાઈન, વિવિધ સ્થળોએ ઓપરેશન થિયેટર તેમજ પક્ષીઓના સારવાર કેન્દ્રો ઉભા કરી, ઈજા થયેલ પક્ષીઓને સારવાર આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાનમાં પશુપાલન વિભાગ તેમજ પશુ ચિકિત્સક અધિકારીઓ, ડેરી તેમજ દૂધ મંડળી તેમજ અન્ય વેટરનરી ડોકટરોને પણ સામેલ કરવામાં આવેલ છે. રાજ્યના જીવદયાપ્રેમી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ગુજરાતના સાત શહેર રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર, પાલનપુર, મહેસાણામાં ઘવાયેલા, બિમાર પશુ-પક્ષીઓની સ્થળ પર જ, સવારે ૬ વાગ્યા સુધી, નિઃશુલ્ક સારવાર માટે કરૂણા એનીમલ એમ્બ્યુલન્સ (સંપર્કઃ ટોલ ફ્રી નંબર ૧૯૬૨) ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાઈ છે. કરૂણા એનીમલ એમ્બ્યુલન્સની વિશેષ માહિતી, ઓડિયો-વિડીયો પ્રેઝન્ટેશન, ભવિષ્યના સંકલ્પો તેમજ મકરસંક્રાંતિના દિવસોમાં પતંગના દોરાથી ઘવાતા પશુ-પક્ષીઓની નિઃશુલ્ક સારવાર માટે શરૂ થયેલા 'કરૂણા અભિયાન'ને સમગ્ર રાજયમાં વેગવંતુ કરવા ગુજરાતના જીવદયા પ્રેમીઓની એક અગત્યની મીટીંગનું આયોજન જી.વી.કે. ઈમરજન્સી મેનેજમેન્ટ એન્ડ રીસર્ચ ઈન્સ્ટીટયુટ, ગુજરાત-૧૦૮ ઈમરજન્સી મેનેજમેન્ટ સેન્ટર, નરોડા કાઠવાડા રોડ, નરોડા, અમદાવાદ ખાતે કરાયું હતું. આ મીટીંગ અંગે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વિડીયો શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો અને સૌ સંસ્થાઓને પક્ષીઓ બચાવવા લાગી જવા અપીલ કરી હતી. આ મીટીંગને પશુપાલન ખાતાના મંત્રી શ્રી આર.સી. ફળદુએ ખાસ શુભેચ્છા આપી હતી. આ મીટીંગમાં ડો. કાછીયા પટેલ-પશુપાલન નિયામક, ગુજરાત ડો. ફાલ્ગુની ઠાકર સહિતનાઓ ઉપસ્થિત રહી પ્રાસંગીક ઉદબોધન કરી માર્ગદર્શન આપ્યું હતું. આ તબકકે જીવીકે ઈએમઆરઆઈના ચીફ ઓપરેટીંગ ઓફિસર જશવંત પ્રજાપતિએ માર્ગદર્શન આપ્યું હતું. ગુજરાતની ૧૦૦ જેટલી ગૌશાળા-પાંજરાપોળ, જીવદયા સંસ્થાઓ, સાથે સંકળાયેલા સૌ તેમજ જીવદયા પ્રેમીઓએ હાજરી આપી હતી. આ તબક્કે સમસ્ત મહાજનના મેનેજીંગ ટ્રસ્ટી ગિરીશભાઈ શાહે ગુજરાતનું જીવદયા મોડલ સમગ્ર દેશમાં લાગુ પડે તે માટે સ્વૈચ્છીક સંસ્થાઓના સહયોગની ખાત્રી આપી હતી. સમગ્ર ગુજરાત વ્યાપી કંટ્રોલરૂમની વ્યવસ્થા માટે અને સારવારના અભાવે એક પણ પશુ-પક્ષી મૃત્યુના મુખમાં ન જાય તેવી વ્યવસ્થા ગોઠવવાના ઉમદા હેતુથી વિસ્તાર વાઈઝ જીવદયાપ્રેમીઓ સૌરાષ્ટ્રમાં મિતલ ખેતાણી (મો. ૯૮૨૪૨ ૨૧૯૯૯) તથા પ્રતિકભાઈ સંઘાણી (મો. ૯૯૯૮૦ ૩૦૩૯૩), ધરણેન્દ્રભાઈ સંઘવી (સુરત મો. ૯૩૭૬૫ ૩૩૩૭૭), રાજુભાઈ શાહ (ઝાલાવાડ મો. ૯૮૭૯૪ ૬૧૮૭૬), જયંતીભાઈ દોશી (દિયોદર મો. ૯૪૨૬૪ ૦૩૭૬૮), દેવેન્દ્રભાઈ જૈન (દક્ષિણ ગુજરાત મો. ૯૮૨૫૧ ૨૯૧૧૧), રીપલભાઈ શાહ (સુરેન્દ્રનગર મો. ૯૮૨૪૪ ૭૯૦૯૭), જૈનમભાઈ મહેતા (મો. ૯૪૦૮૧ ૮૯૬૯૭), ડો. સીમરીયા (જામનગર મો. ૯૨૨૮૧ ૧૭૭૩૬), મુકુંદભાઈ ભાયાણી (સુરજકરાડી મો. ૯૮૨૪૨ ૧૫૩૭૮), બ્રિજેશભાઈ શાહ (ભાવનગર મો. ૯૮૭૯૫ ૪૮૮૫૪), તપનભાઈ દવે (હળવદ મો. ૯૭૨૭૩ ૬૬૧૦૦), મહેન્દ્રભાઈ શ્રીમાળી (અમદાવાદ મો. ૯૪૨૭૦ ૦૦૫૦૧), નિલેશભાઈ રાયચુરા (વાપી મો. ૯૮૨૫૦ ૫૫૨૨૧), કૌશલભાઈ મહેતા (ભુજ મો. ૯૪૨૬૨ ૧૫૨૧૩), નેહાબેન પટેલ (વડોદરા મો. ૯૯૦૪૭ ૧૬૯૯૬), રોહીત શ્રીવાસ્તવ (મો. ૯૭૧૨૯ ૭૦૬૭૨) સહિતના અગ્રણીઓ સહયોગ આપી રહ્યા છે. સ્વૈચ્છીક સંસ્થાઓ દ્વારા સરકારના સથવારે યોજાનાર ગુજરાત વ્યાપી કંટ્રોલ રૂમની વિશેષ માહિતી માટે મિતલ ખેતાણી (મો. ૯૮૨૪૨ ૨૧૯૯૯), પ્રતિક સંઘાણી (મો. ૯૯૯૮૦ ૩૦૩૯૩) ઉપર સંપર્ક કરવો.

(4:34 pm IST)