Gujarati News

Gujarati News

News of Wednesday, 10th January 2018

બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની ઇલેકશન ટ્રીબ્યુનલમાં રાજકોટના સીનીયર ધારાશાસ્ભત્રી અભય ભારદ્વાજની નિમણુંક

ચુંટણી દરમ્યાન વિવાદો ઉભા થાય તે અંગેનું ભારદ્વાજ નિરાકરણ કરશે

રાજકોટ તા.૧૦: ગુજરાત હાઇકોર્ટ સુધી ભારે કાનુની વિવાદોમાં સપડાયા પછી અંતે ૨૦૧૮નો માર્ચ-એપ્રિલ દરમ્યાન યોજાનાર બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની પ્રતિષ્ઠાભરી ચુંટણી દરમ્યાન ઉભા થનાર કોઇપણ કાનુની કે અન્ય વિવાદોના અંતીમ નીરાકરણ માટે રચાયેલ ઇલેકશન ટ્રીબ્યુનલમાં સૌરાષ્ટ્ર ગુજરાતના સીનીયર ધારાશાસ્ત્રીશ્રી અભય ભારદ્વાજ (લો કમીશન ઓફ ઇન્ડીયાના મેમ્બર)ની નીમણુંક કરવામાં આવી છે. સમસ્ત ગુજરાતના વકીલો દ્વારા અભયભાઇ ભારદ્વાજને અભીનંદનની વર્ષા તેમના મોબાઇલ નં.૯૮૨૪૨ ૮૦૧૪૦ ઉપર થઇ રહેલ છે.

અત્રેએ યાદ રહે કે દેશની સર્વોચ્ચ કાયદો ધડનારી સંસ્થા, ભારતીય કાનુન પંચમાં ઇતિહાસમાં મુળ વકીલ તરીકે સમગ્ર ભારતમાંથી પ્રથમવાર નીમાયેલ સભ્ય તરીકેનું બહુમાન ધરાવતા શ્રી અભય ભારદ્વાજની બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની ચુંટણીમાં કાનુની મડાગાંઠ ઉકેલવા માટે રચાયેલ સર્વોચ્ચ ઇલેકશન ટ્રીબ્યુનલમાં પણ સૌરાષ્ટ્રમાંથી એકમાત્ર સભ્ય તરીકે શ્રી ભારદ્વાજની પ્રથમવાર નિમણુંક દ્વારા રાજકોટને બહુમાન આપવામાં આવે છે.

ગુજરાત વિધાનસભાની રસાકસીભરી ચુંટણીના પગલે પગલે આવી પડેલ ગુજરાતના બુધ્ધીજીવીઓની સર્વોચ્ચ સંસ્થા ઓલ બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની ચુંટણી પણ ભારે પ્રતિષ્ઠાભરેલી અને રસાકસીભરી બની રહેવાની છે જેમાં ભારે ચુંટણી વિવાદો થવાની પુરી સંભાવનાઓ છે ત્યારે શ્રી અભય ભારદ્વાજની ચુંટણી ટ્રીબ્યુનલમાં નિમણુંક સૌરાષ્ટ્રના વકીલો માટે ભારે મહત્વ ધારણ કરે છે કારણ કે આજસુધી ચુંટણી ટ્રીબ્યુનલમાં સૌરાષ્ટ્ર પ્રતિનીધીત્વ જ ન હતુ. ગુજરાત રાજય બાર કાઉન્સીલના ૮૦,૦૦૦ થી વધુ વકીલો એનરોલ થયેલ છે ત્યારે આગામી ચુંટણી દરમ્યાન ઇલેકશન ટ્રીબ્યુનલનુ મહત્વ ખુબ જ વધી ગયેલ છે.

બાર કાઉન્સીલ ઓફ ગુજરાતમાં સતત ચુંટાતા અને ચેરમેન પદે પણ આરૂઢ રહેલા તથા સમગ્ર ગુજરાતમાં સર્વોચ્ચ મતે ચુંટાયેલા રાજકોટના એડવોકેટ શ્રી દિલીપ પટેલ પણ શ્રી અભય ભારદ્વાજના જ જુનીયર છે, તેમ જ, તાજેતરમાં સેશન્સ જજની પસંદગીમાં સર્વોચ્ચ ક્રમાંકે રહેતા સીનીયર સીવીલ જજ શ્રી વિનોદ ચાવડા પણ શ્રી ભારદ્વાજના જુનીયર હતા. ભુતકાળમાં સેશન્સ જજની કેડરમાં પસંદગી પામેલ ન્યાયમૂતી શ્રી પ્રફૂલ ગોકાણી તથા ન્યાયમુતી શ્રી સમીર વ્યાસ પણ શ્રી ભારદ્વાજના હાથ નીચે તૈયાર થયેલા છે.

(4:01 pm IST)