Gujarati News

Gujarati News

News of Wednesday, 10th January 2018

પાર્થ વાયર ઇન્ડસ્ટ્રીઝના પ્રોપરાઇટર સામે ચેક પાછો ફરતા કોર્ટમાં ફરીયાદ

રાજકોટ, તા. ૧૦ : રાજકોટની જાણીતી પેઢી શીવ શકિત વાયર પ્રોડકટને આપેલ રૂ. ૪,૧પ,૮૦૦/- ચેક વગર વસુલાતે પરત ફરતા પાર્થ વાયર ઇન્ડસ્ટ્રીઝના પ્રોપ્રાઇટર વિપુલભાઇ પટેલ સામે રાજકોટની કોર્ટમાં ધી નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ હેઠળ ફોજદારી ફરીયાદ નોંધાવેલ છે.

આ કિસ્સાની ટુંકમાં વિગત એવી છે કે, રાજકોટમાં શીવ શકિત વાયર પ્રોડકટ તરીકે ઓળખાતી પેઢી ખીલી બનાવવાનો તેમજ વેચવાનવો વ્યવસાય કરે છે. પાર્થ વાયર ઇન્ડસ્ટ્રીઝના નામથી ચાલતી પેઢી ઠે. આઇ-૧પ/ર, કલોલ જી.આઇ.ડી.સી., ચીરાગ સીનેમા પાસે, કલોલ વાળાએ ફરીયાદી પેઢી પાસે જુના પડેલ હેડર મશીન, વાઇબ્રેસન મશીન, પોલીશીંગ મશીન અને પ્રેસ મશીન જેવા મશીનોની રૂ.૩૪,૧પ,૮૦૦/-માં ઉધારથી ખરીદી કરેલ. આ કામના આરોપીએ ફરીયાદીપાસેથી ઉધારમાં ખરીદેલ મશીનોની રકમ ચૂકવવા આરોપીએ ફરીયાદીને રૂ. ૪,૧પ,૮૦૦/-નો ચેક આપેલ.

સદરહુ ચેક ફરીયાદીએ તેમના ખાતાવાળી બેંકમાં રજૂ કરતા સદરહુ ચેક વગર વસુલાતે પરત ફરેલ. ત્યારબાદ ફરીયાદીએ તેમના એડવોકેટ મારફતે પાર્થવાયર ઇન્ડસ્ટ્રીઝના પ્રોપ્રાઇટર વિપુલભાઇ પટેલને લીગલ નોટીસ પાઠવેલ. સદરહું લીગલ નોટી આરોપીને ધોરણસર રીતે બજી જવા છતાં આરોપીએ ફરીયાદીને આપેલ ચેકની રકમ સમય મર્યાદામાં ન ચૂકવતા ફરીયાદીએ તેમના એડવોકેટ જયદીપસિંહ બી. રાઠોડ મારફતે ધી નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ મુજબ ધોરણસરની ફોજદારી ફરીયાદ દાખલ કરતા રાજકોટના ચીફ જયુડી. મેજી.શ્રીએ આરોપીઓની સામે સમન્સ ઇશ્યુ કરી કોર્ટમાં હાજર થવા ફરમાન જાહેર કરેલ છે.

હાલની ફરીયાદમાં શિવ શકિત વાયર પ્રોડકટ વતી રાજકોટના જાણીતા એડવોકેટ જયદીપસિંહ બી. રાઠોડ, શકિતસિંહ એન. ગોહિલ, ભૂપેન્દ્ર ટી. ગોહેલ તેમજ રસીક આર. ખોડાણી રોકાયેલા છે.

(3:59 pm IST)