Gujarati News

Gujarati News

News of Wednesday, 10th January 2018

'સબકો શિક્ષા, સસ્તી શિક્ષા' : ભાજપે ફિ નિરધારણ કાયદાને આવકારતા બેનરો લગાવ્યા

રાજકોટ : રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વવાળી ભાજપ સરકાર દ્વારા પારદર્શક, સંવેદનશીલ, નિર્ણાયક અને સર્વવ્યાપી અનેક યોજનાઓ થકી છેવડાના માનવીને લાભો અપાવવા પ્રયાસો થઇ રહ્યા છે તેના ભાગરૂપે 'સબકો શિક્ષા, સસ્તી શિક્ષા' સુત્રને સાકાર કરવા ફી નિરધારણ કાયદી અમલમાં મુકાયો છે. જેથાથી ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો સારૂ શિક્ષણ મેળવી શકશે. આવા કાયદાની અમલવારીને આવકારી લોકજાગૃતિ અર્થે શહેર ભાજપ દ્વારા શહેરના વિવિધ માર્ગો પર બેનરો અને હોર્ડીંગ્સ લગાવવામાં આવ્યા છે. 'ફી ની લુંટ પર રોક, હાઇકોર્ટે મારી મ્હોર', 'રાજય સરકારનો વાયદો, ફી નિરધારણનો કાયદો', 'સસ્તુ ભણતર સૌનું ભણતર' લખેલા બેનરો શહેરભરમાં લગાવવામાં આવ્યા છે. સરકારના આ પગલાને શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ વગેરેએ આવકારી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલને અભિનંદન પાઠવ્યા છે.  તસ્વીરમાં વિવિધ સ્થળે ભાજપ દ્વારા  ફિ નિરધારણ કાયદાને આવકારતા સ્લોગનો સાથે લગાવાયેલ બોર્ડ અને બેનરો નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:58 pm IST)