Gujarati News

Gujarati News

News of Wednesday, 10th January 2018

મધુવન પાર્ક ફલેટમાં અને રામકૃષ્ણનગરમાં દરોડાઃ જુગાર રમતા મહિલાઓ સહિત ૧૨ પકડાયા

યુનિવર્સિટી પોલીસે સુવર્ણભુમી એપાર્ટમેન્ટમાંથી જાગૃતી પટેલ, પ્રીતી ચોકસી, ભાવના રાજાણી, નીમુ પટેલ અને મંજુ પટેલ તથા એ ડીવીઝન પોલીસે મોહસીન,મુરારી,ગફાર,અરવિંદ,નરેન્દ્ર, કાસમ અને ઇકબાલની ધરપકડ

રાજકોટ તા.૧૦: સાધુવાસવાણી રોડ પર મધુવન પાર્ક સુવર્ણ ભુમી એપાર્ટમેન્ટમાં યુનિવર્સિટી પોલીસે દરોડો પાડી ફલેટ માલીક સહિત પાંચ મહીલા અને રામકૃષ્ણનગરમાં એડીવીઝન પોલીસે દરોડો પાડી સાત શખ્સોને જુગાર રમતા પકડી લીધા છે.

મળતી વિગતમુજબ યુનિવર્સિટી પોલીસ મથકના ડીસ્ટાફના પીએસઆઇ બી.જે.કડછા, લક્ષ્મણભાઇ, અમીનભાઇ, રવિરાજસિંહ, હરેશભાઇ, ધર્મેન્દ્રસિંહ સહિતે સાધુવાસવાણી રોડ પર મધુવન પાર્કમાં સુવર્ણભુમી એપાર્ટમેન્ટમાં રહેતી જાગૃતિ ધર્મેન્દ્રભાઇ અમૃતીયાના ફલેટમાં બાતમીના આધારે દરોડો પાડી ફલેટમાલીક જાગૃતી અમૃતીયા તથા પ્રિતિ જયેશભાઇ ચોકસી (ઉ.વ.૫૦) (રહે. નીમ્ર વસંતભાઇ પટેલ (ઉવ.૫૦) રહે તથા મંજુ નયનભાઇ કાલરીયા (ઉ.વ.૫૮)ને જુગાર રમતા પકડી લઇ રૂ.૨૧૭૪૦ ની રોકડ સહિતની મતા કબ્જો કરી હતી. જયારે બીજા દરોડામાં એડીવીઝન પોલીસે રામકૃષ્ણનગર મેઇન રોડ ઉપર આવેલ બગીચાની ફુટપાથ ઉપર જુગાર રમતા હીરામણનગર મફતીયાપરાના મોહસીન રફીક કાદરી (ઉ.વ.૨૨), ઇન્દીરા સર્કલ પાસે રવીરાજપાર્કનો મુરારી માધવદાસ ગોંડલીયા (ઉ.વ.૩૫), ભીલવાસ-૪નો ગફાર દોષમહંમદ મેરાણી (ઉ.વ.૪૦), રામનગર-૩નો અરવિંદ હિમતરામ નિમાવત (ઉ.વ.૩૫), બજરંગવાડી,૧૪ નો નરેન્દ્ર વિનોદભાઇ ગોહેલ (ઉ.વ.૩૬), પોપટપરા-૧૪નો કાસમ અલારખાભાઇ ચાનીયા (ઉ.વ.૪૫) અને હનુમાન મઢી પાસે તીરૂપતિનગર-૧નો ઇકબાલ કાસમભાઇ ફુલાણી (ઉ.વ.૩૦)ને પકડી લઇ રૂ.૫૭૧૦ની રોકડ સહિતની મતા કબ્જે કરી કાર્યવાહી કરી હતી.

(12:43 pm IST)