Gujarati News

Gujarati News

News of Wednesday, 10th January 2018

આજી જીઆઇડીસીમાં ફેકટરીમાં ઘુસી ૨૦ હજારની ખંડણી પડાવાઇઃ ત્રણ મુસ્લિમ શખ્સની ધરપકડ

સુરેન્દ્રકુમાર ગુપ્તાના કારખાનામાં ઘુસી પાંચ શખ્સોએ પૈસા પડાવ્યાઃ એસોશિએશનની ડીસીપીને રજૂઆત બાદ તાકીદે કાર્યવાહી

રાજકોટ તા. ૧૦: થોરાળાની આજી જીઆઇડીસીમાં મુસ્લિમ શખ્સ તથા તેના ચારેક સાગ્રીતોએ વણિક ફેકટરી માલિકની ફેકટરીમાં ઘુસી છરી બતાવી ધમકાવી અલગ-અલગર સમયે બળજબરીથી રૂ. ૨૦ હજાર પડાવી લેતાં મામલો પોલીસ સુધી પહોંચ્યો છે. થોરાળા પોલીસે ખંડણી ઉઘરાવાનો ગુનો નોંધી ત્રણને પકડી લીધા છે. અન્ય બે શખ્સોની શોધખોળ આદરી છે.

બનાવ અંગે પોલીસે રૈયા રોડ આલાપ ગ્રીન આશુતોષ બ્લોક નં. ૪ ખાતે રહેતાં સુરેન્દ્રકુમાર મોતીલાલ ગુપ્તા (વણિક) (ઉ.૪૨)ની ફરિયાદ પરથી ગંજીાડા-૧૩માં ગુલઝાર મુસ્તુફા મસ્જીદની આગળની ગલીમાં રહેતાં શકિલ મહમદભાઇ શેખ, તથા જીજે૩એકસ-૮૭૭૦ નંબરની રિક્ષામાં આવેલા બે શખ્સો તથા સ્પલેન્ડરમાં આવેલા એક શખ્સ સામે આઇપીસી ૩૮૬, ૪૫૨, ૧૧૪, ૧૩૫ (૧) મુજબ ગેરકાયદેસર રીતે ફેકટરીમાં ઘુસી જઇ છરી બતાવી મહાવ્યથા પહોંચાડવાના ઇરાદે ભય બતાવી અલગ-અલગ સમયે રૂ. ૨૦ હજાર બળજબરીથી પડાવી લીધા હતાં.

સુરેન્દ્રકુમારે જણાવ્યું છે કે હું એંસી ફુટ રોડ પર ફિલ્ડ માર્શલ પાછળ રામનગર કો. હાઉસીંગ બોર્ડ સોસાયટીમાં ફેકટરી ધરાવુ છું અને મશીનનું ઉત્પાદન કરુ છું. ૯મીએ સવારે સાડા દસકે વાગ્યે શકીલ મહમદ શેખ તથા બીજા શખ્સો રિક્ષા, બાઇકમાં આવ્યા હતાં અને મારી ફેકટરીની ઓફિસમાં ઘુસી જઇ મને ધારદાર છરી બતાવી હતી અને રૂ. ૫ હજાર આપી દેવા કહી ધમકાવતાં હું ગભરાઇ જતાં પ હજાર આપી દીધા હતાં.

 તેની સાથે બીજા શખ્સો પણ સામેલ હતાં. આ રીતે અગાઉ પણ આ શખ્સ અલગ-અલગ સમયે બીજા પંદર હજાર પડાવી ગયો હતો.

ગઇકાલે આ ઘટના બાદ કિચન લાઇટ મેન્યુફ્રેકચર એસોસિએશનનું પ્રતિનિધી મંડળ ડીસીપીને રજૂઆત કરવા પહોંચતા થોરાળા પોલીસે તાકીદે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસે હાલ તુર્ત શકીલ મહમદ શેખ  (ઉ.૨૨-રહે. ગંજીવાડા-૧૩), જાવીદ નુરમહમદ ચાનીયા (ઉ.૪૪-રહે. ગુ.હા. બોર્ડ રિધ્ધી સિધ્ધી સોસાયટી-૨૦) તથા સલિમ મુસાભાઇ સમા (ઉ.૩૭-રહે. ગંજીવાડા-૫)ની ધરપકડ કરી છે. અન્ય બે શખ્સોની શોધખોળ થઇ રહી છે. પી.આઇ. એન. એન. ચુડાસમાની રાહબરીમાં પીએસઆઇ પી. ડી. જાદવ, ક્રિપાલભાઇ, ભરતસિંહ અને ડી. સ્ટાફે તપાસ શરૂ કરી છે.  પકડાયેલા ત્રણેયન આગવી ઢબે પુછતાછ થઇ હતી. (૧૪.૭)

(11:45 am IST)