Gujarati News

Gujarati News

News of Wednesday, 9th December 2020

યુનિવર્સિટીના હીન્દી ભવનમાં એમ.ફીલની તુલનાત્મક જગ્યાઓ ભરવા એનએસયુઆઇની માંગ

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હીન્દી ભવનમાં એમ.ફીલની ખાલી પડેલી તુલનાત્મક જગ્યાઓ ભરવા એન.એસ.યુ.આઇ.એ. કુલપતિશ્રીને આવેદન પાઠવ્યું તે વખતની તસ્વીર આ આવેદનમાં જણાવાયું છે કે  યુનિવર્સિટીના ઘણા ભવનોમાં એમ.ફીલ.માં તુલનાત્મક જગ્યાઓ ખાલી પડી છે. એમાંય ખાસ કરીન હિન્દી ભવનમાં ઘણી તુલનાત્મક જગ્યા ભરાણી નથી. તુલનાત્મક ફોર્મ ઓનલાઇન ભરાતા હતા ત્યારે સાઇટ કવેરીના કારણે ઘણા બધા વિદ્યાર્થીઓ ફોર્મ ભરવાનું ચુકી ગયેલ હતા. એમાંય ખાસ કરીને એમ.એ.ના રેગ્યુલરના વિદ્યાર્થીઓ પણ રહી ગયેલ હતા આમ હાલ હિન્દી ભવનમાં જ ર૧ તુલનાત્મક જગ્યાઓ ખાલી પડેલ હોય તેમજ આ એમ.ફીલ.નું છેલ્લું વર્ષ હોવાથી માસ્ટરના રેગ્યુલરના વિદ્યાર્થીઓ એમ.ફીલ.કરવાની વંચીત ન રહે અને જે વિદ્યાર્થીઓ એડમીશન મેળવવા પાત્ર હોય, તેવા વિદ્યાર્થીઓને એમ.ફીલ.ની તુલનાત્મક જગ્યાઓમાં દર વખતની જેમ જ એડમીશન મળે એવી અમારી રાજકોટ એન.એસ.યુ.આઇ. અને વિદ્યાર્થીઓની માંગણી અને લાગણી છે એટલે તાત્કાલીક ખાલી પડેલી તુલનાત્મકની જગ્યાઓ ભરવા માંગ છે. આ કાર્યક્રમને સફળ બનાવવા રાજકોટ એનએસયુઆઇ પ્રમુખ નરેન્દ્ર સોલંકી, ઉપપ્રમુખ દર્શન શિયાળ, દિગ્પાલસિંહ જાડેજા, પુષ્પરાજસિંહ જાડેજા, દર્શ બગડા, મહામંત્રી માધવ આહિર, પાર્થ ગઢવી, મયુરસિંહ જાડેજા, રોહિત રાઠોડ, કર્મદિપસિંહ જાડેજા, સુરજ બગડા, ભવ્ય પટેલ, મંત્રી વિશ્વજીતસિંહ જાડેજા, મીલન વિશપરા વગેરે ઉપસ્થિત હતા.

(4:01 pm IST)