Gujarati News

Gujarati News

News of Wednesday, 9th December 2020

રાજકોટ કોર્ટની ફીઝીકલ કાર્યવાહી શરૂ કરો

રાજકોટ બાર એસોસીએશનના પ્રમુખ બકુલભાઈ રાજાણી અને તેની ટીમની સફળ રજુઆત : નવી દિવાની પરચુરણ અરજીઓ જે પબ્લીક નોટીસ ઈસ્યુ કરવાની હોય તે નોટીસ તૈયાર કરી વકીલોને મળી રહે તે મુજબની વ્યવસ્થા કરો

રાજકોટ,તા.૯: રાજકોટ બાર એશોસીએશન દ્વારા રાજકોટના ડીસ્ટ્રીકટ જજ શ્રીને રજુઆતમાં જણાવ્યું હતું કે ગત ૨૦ માર્ચ ૨૦૨૦થી સમગ્ર દેશમાં લોકડાઉનની પરીસ્થિતી અમલી બનેલ હોય એન દિન પ્રતિદીન કોરોના વાયરસનો કેર રાજયમાં વધી રહેલ છે. લોકડાઉનની પરિસ્થિતીને કારણે સમગ્ર રાજયમાં કોર્ટો બંધ હતી. હાલમાં રાજયમાં ૮૫ હજારથી વધુ વકીલો વકીલાતના વ્યવસાય સાથે જોડાયેલા છે. વૈશ્વીક મહામારી કોરોનાના કારણે ઉદ્ભવેલી પરિસ્થિતીમાં વીડીયો કોન્ફરન્સીંગથી કોર્ટોની કાર્યવાહી ચલાવવી તે પગલુ આવકાર દાયક છે. પરંતુ ઘણા બધા વકીલોને ઝુમ એપ્લીકેશનની અપુરતી માહિતી તેમજ એપ્લીકેશનથી કાર્યવાહી ચલાવવાનું અનુભવ ન હોવાથી લોઅર કોર્ટોના ઘણા વકીલોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહયો છે. આ ઉપરાંત વારંવાર ઉભા થતા ઈન્ટરનેટના પ્રોબ્લેમને કારણે પણ આ કામગીરીમાં અનેક રૂકાવટો ઉભી થાય છે. જેથી નામદાર ગુજરાત હાઈકોર્ટે માત્ર ફીજીકલ ફાઈલીંગ એટલે કે નવા કેસ કવરમાં નાખી દાખલ કરવાની છુટ આપેલ છે તથા હાલ રાજકોટ, બરોડા, અમદાવાદ તથા સુરત સિવાયની તમામ જિલ્લાની તથા તાલુકાની કોર્ટોની ફીઝીકલ કાર્યવાહી નામદાર હાઈકોર્ટ દ્વારા શરૂ કરવામાં આવેલ છે. રાજકોટમાં કોરોનાના ેકેસો પર નીયત્રણ આવેલ હોય જેથી રાજકોટની કોર્ટની ફીઝીકલ કાર્યવાહી તાત્કાલીક શરૂ કરવા બાર એશોસીએશન દ્વારા રજુઆત કરેલ હતી.

રાજકોટ બાર એશોસીએશનએ પ્રમુખશ્રી બકુલભાઈ રાજાણી તથા ઈન્ચાર્જ સેક્રેટરી કેતનભાઈ દવેની આગેવાનીમાં નામદાર ડીસ્ટ્રીકટ જજશ્રીને મળેલ હતા તથા નામ ડીસ્ટ્રીકટ જજશ્રીને વિનંતી કરી રજુઆત કરી હતી કે જે રીતે નવા કેસ કવરમાં નાખી દાખલ થઈ શકે તે રીતે જે જુના કેસ એકસ પાર્ટી ચાલે છે તે તથા દિવાની પરચુરણ પેપર્સ વકીલો પાસે તૈયાર હોય છે. પરંતુ તમારી મંજૂરી ન હોવાના કારણસર આવા પેપર્સ કોર્ટમાં રજુ થઈ શકતા નથી જો આવા પેપર્સ કોર્ટમાં રજુ કરવામાં આવે તો સદરહુ કેસ સીધો ફાઈનલ હુકમના સ્ટેજે પહોંચી જાય છે. જેનાથી કોર્ટનું ભારણ ઘણુ ઘટી શકે તેમ છે આવા અસંખ્ય કેસો રાજકોટની કોર્ટોના પેન્ડીંગ છે. જે તરફ રાજકોટ બાર એશોસીએશન નામદાર ડીસ્ટ્રીકટ જજશ્રીનું ધ્યાન દોરેલ હતું તથા રાજકોટ બાર એશોસીએશનએ નામ ડીસ્ટ્રીકટ જજશ્રીને વિનંતી તથા રજુઆત કરેલ છે કે જે કેસ એકસ પાર્ટી ચાલે છે તેી તથા દિવાની પરચુરણ અરજીઓ એટલે કે વારસા સર્ટીફીકેટ પોબેટની અરજીઓ વિગેરે જેમાં સામે કોઈ પક્ષકાર હોતા નથી તેવા કેસોમાં કવરમાં પેપર્સ મુકી રજુ કરવાની છુટ આપવા રજુઆત કરેલ હતી તથા નવી દિવાની પરચુરણ અરજીઓ એટલે કે વારસા સર્ટીફીકેટ પોબેટની અરજીઓ વિગેરેમાં જે પબ્લીક નોટીસ ઈસ્યુ કરવાની હોય તે નોટીસ તૈયાર કરી વકીલોને મળી રહે તે મુજબની વ્યવસ્થા કરી આપવા વિનંતી સાથે રજુઆત કરેલ હતી.

હાલ રાજકોટની ડીસ્ટ્રીકટ કોર્ટ તથા તાબાની કોર્ટમાં ખરી નકલ મળતી નથી. રાજયની અન્ય કોર્ટોમાં ખરી નકલનો વિભાગ શરૂ થયેલ હોય તથા પક્ષકારો અને વકીલોને ખરી નકલ અન્ય જીલ્લાઓની કોર્ટમાં મળતી હોય જેથી રાજકોટ કોર્ટમાં ખરી નકલની કાર્યવાહી તાત્કાલીક શરૂ કરાવવા અન્વયે તાત્કાલીક જરૂરી પગલાઓ લેવા રજુઆત કરેલ હતી.

ઉપરોકત રજુઆત ધ્યાને લઈ નામદાર ડીસ્ટ્રીકટ જજશ્રીએ સિવીલ કોર્ટમાં દાખલ થયેલ અને થતી વારસા સર્ટીફીકેટ વિગેરે દિવાની પરચુરણ અરજીઓમાં પબ્લીક નોટીસ ઈસ્યુ કરવાની કાર્યવાહી શરૂ કરવા સીવીલ કોર્ટને આદેશ કરેલ છે. તે રીતે ડીસ્ટ્રીકટ કોર્ટ તથા તેના તાબાની કોર્ટોમાં ખરી નકલો મળી રહે તેની કાર્યવાહી શરૂ કરવા પણ નામદાર ડીસ્ટ્રીકટ કોર્ટે આદેશ કરેલ છે.

ઉપરોકત રજુઆતને રાજકોટ બારના (પ્રમુખ) બકુલભાઈ વિ.રાજાણી (ઉપ પ્રમુખ), શ્રી ઈન્દ્રસિંહ ઝાલા (જો.સેક્રેટરી- હાલ ઈન્ચાર્જ સેક્રેટરી), કેતનભાઈ દવે (ટ્રેઝરર), રક્ષીતભાઈ કલોલા (લાયબેરી સેક્રેટરી), સંદીપભાઈ વેકરીયા તથા કારોબારી સભ્ય શ્રી અજયભાઈ પીપળીયા, કેતનભાઈ મંડ, ધવલભાઈ મહેતા, પીયુષભાઈ સખીયા, વિજયભાઈ રૈયાણી, પંકજભાઈ દોંગા, વિવેકભાઈ ધનેશા, મનીષભાઈ આચાર્ય, કૈલાશભાઈ જાની, રેખાબેન તુવારએ સર્મથન આપેલ છે.

(4:01 pm IST)