Gujarati News

Gujarati News

News of Wednesday, 9th December 2020

ભાજપ કેડર બેઇઝ પાર્ટી, અહીં હોદા નહીં સેવાની તક અપાય છેઃ મનસુખ ખાચરીયા

રાજકોટ જિલ્લા ભાજપના નવનિયુકત હોદેદારોનું સન્માનઃ કાર્યાલય પ્રભારી તરીકે અલ્પેશભાઇ અગ્રાવતની વરણી

રાજકોટ : રાજકોટ જીલ્લા ભાજપા અધ્યક્ષ મનસુખભાઈ ખાચરીયાની અધ્યક્ષતામા જીલ્લા ભાજપા કાર્યાલય ખાતે નવનિયુકત મહામંત્રીઓ, ઉપપ્રમુખઓ, મંત્રીઓ તથા કોષાધ્યક્ષની પ્રથમ બેઠક યોજાઈ હતી. આ પ્રથમ બેઠકમા મનસુખભાઈ ખાચરીયા, મહામંત્રી નાગદાનભાઈ ચાવડા, મનીષભાઈ ચાંગેલા, મનસુખભાઈ રામાણીએ ભારત માતાની ચિત્રપટ પાસે દીપપ્રાગટય કરીને બેઠકની શરૂઆત કરી હતી. આ બેઠકમા નવનિયુકત ઉપપ્રમુખ સર્વશ્રી નીતિનભાઈ ઢાંકેચા, ગોવિંદભાઈ રાણપરીયા, ઇન્દ્રવિજયસિંહ ચુડાસમા, ખોડાભાઈ ખસિયા, તળશીભાઈ તાલપરા, મોહનભાઈ દાફડા, રીનાબેન ભોજાણી, મંજુલાબેન માંકડિયા તથા મંત્રી સર્વશ્રી અલ્પેશભાઈ ઢોલરીયા, હરસુખભાઈ ટોપિયા, પ્રાગજીભાઈ કાકડિયા, રસીલાબેન સોજીત્રા, રમાબેન મકવાણા, કાજલબેન કાથરોટીયા, ભાનુબેન ઠુમ્મર, બિંદીયાબેન મકવાણા અને કોષાધ્યક્ષ કિશોરભાઈ શાહ સર્વેનો રાજકીય સફર સહીતની સંપૂર્ણ પરિચયવિધિ કરવામા આવી હતી. આ તકે અધ્યક્ષ મનસુખભાઈ ખાચરીયાએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીએ કેડર બેઇઝ પાર્ટી છે. ભાજપાનો વ્યકિતને જે હોદો આપે છે તે હોદો નહિ પરંતુ સેવાનું સાધન છે. ભાજપાની પંચનિષ્ઠામા જ પ્રત્યેક વ્યકિત ભાજપાનો કાર્યકર છે. ભાજપાએ વ્યવસ્થાની દ્રષ્ટિએ દાયિત્વ આપે છે. તમામ કાર્યકર્તાઓના સંકલન અને એક સુત્રતાથી જીલ્લાના સંગઠનને મજબુત કરવા સૌએ સહિયારો પુરુષાર્થ કરીને પ્રદેશ ભાજપા અધ્યક્ષ સી.આર.પાટીલ  તથા ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આપણા ઉપર વિશ્વાસ મુકયો છે. તે વિશ્વાસને ચરિતાર્થ કરીએ. આ તકે વધુમાં આગામી કાર્યક્રમમા પેઇઝ સમિતિઓ બનાવીને રાજકોટ જીલ્લામા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો વ્યાપ વધારવા ઉલ્લેખ કર્યો હતો. આગામી નગરપાલિકા, જીલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીઓ માટે થઇ પ્રત્યેક કાર્યકર્તા ઘર-ઘરનો સંપર્ક કરીને કેન્દ્ર સરકાર અને રાજય સરકારે ખેડૂત-ખેતી-વીજળી-પાણી બાબતે ભાજપાએ ગ્રામ્ય વિસ્તારોમા ખુબ વિકાસ કર્યો છે. તે તમામ યોજનાઓ લોકો સુધી પહોચાડવા હાકલ કરી હતી. આ તકે નવનિયુકત મહામંત્રી સર્વશ્રી નાગદાનભાઈ ચાવડા, મનીષભાઈ ચાંગેલા, મનસુખભાઈ રામાણીએ તેમના પ્રત્યુતરમા જણાવ્યું હતું કે, ભાજપાએ અમોને જીલ્લામા જવાબદારીઓ આપી છે. તેને સુપેરે પાર પાડવા જીલ્લાના સંગઠનને મજબુત કરીને અમારા ઉપર મુકેલ વિશ્વાસને ચરિતાર્થ કરીશું. આ સંકલન બેઠકમા રાજકોટ જીલ્લા ભાજપા કાર્યાલયના પ્રભારી તરીકે વર્ષોથી સેવા આપતા અલ્પેશભાઈ અગ્રાવતને સવિશેષ કાર્યાલયના પ્રભારી તરીકે વરણી કરવામાં આવી હતી. તેમજ સહ-કાર્યાલય ઇન્ચાર્જ તરીકે વિવેક સાતા તથા કિશોર ચાવડાને જવાબદારી સોંપવામાં આવી હતી.

(11:34 am IST)