Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

અંબિકા પાર્કઃ બપોરે ૩:૩૦ સુધીમાં ૭૫ ટકા મતદાન

ઉંચા મતદાનની પરંપરા જાળવતુ રૈયા રોડનું

રાજકોટ : આજે ધારાસભાની ચૂંટણીના મતદાન અંતર્ગત શહેરના રૈયા રોડ પર આવેલ અંબિકા પાર્ક ખાતે બપોરે ૩:૩૦ સુધીમાં ૭૫% જેટલું જબ્બર મતદાન થયેલ છે. અંબિકા પાર્કના પ્રમુખ શ્રી નરેન્દ્રસિંહ ઝાલા, સેક્રેટરી શ્રી પ્રતાપભાઈ વોરા, ખજાનચી શ્રી યશવંતભાઈ ભટ્ટ તથા બુથ વાલી સુભાષભાઈ વીરમગામ અને સભ્યો રમેશભાઈ વીરમગામા, દિનેશભાઈ ધમસાણીયા, પટેલભાઈ, છગનબાપા, મયુર જોષી, રાજેશ પરમાર, મનસુખભાઈ ઘેટીયા તથા આત્મીય યુવા ગ્રુપના સભ્યો અને બુથમાં સમાવિષ્ટ ઈન્દ્રપ્રસ્થ એપાર્ટમેન્ટના શ્રી ગાંધીસાહેબ, કંસારાભાઈ સહિતના લોકો મતદાનની ટકાવારી વધે તે માટે સવારથી પ્રયત્નશીલ છે.

 

(4:34 pm IST)