Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

વિજયભાઇ અને ઇન્દ્રનીલના બૂથમાં ભારે મતદાનઃ ર વાગ્યા સુધીમાં પ૦ ટકા

રૂપાણીના બૂથ નં. ૬ર માં ૬૦૦થી વધુ તો રાજયગુરૂના બૂથમાં પપ૦થી વધુ મતો પડયા...

રાજકોટ તા. ૯ :.. આખા રાજયની જેની ઉપર નજરે છે તે ૬૯ રાજકોટ બેઠક ઉપર મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને કોંગ્રેસના બળુકા ઉમેદવાર ઇન્દ્રનીલ રાજયગુરૂ સામસામે ચૂંટણી લડી રહ્યા છે. તે બેઠકમાં બંનેના બૂથમાં બપોરે સુધીમાં પ૦ ટકાથી વધુ મતદાન થયાનું મતો પડી ગયાનું જાણવા મળે છે.

વિજયભાઇ રૂપાણીએ જયાં મતદાન કર્યુ તે બૂથ નં. ૬ર- જ્ઞાનગંગા પરિવર્તન સ્કુલમાં ૬૭૭ પુરૂષ અને ૭૧૬ સ્ત્રી થઇને કુલ ૧૩૯૩ મતદારો છે, તેમાંથી બપોરે ર સુધીમાં ર૮૮ પુરૂષ અને ર૪પ સ્ત્રી સહિત કુલ પપ૦ ની આસપાસ મતો પડી ગયા હતાં.

દરમિયાન કોંગ્રેસના ઇન્દ્રનીલ રાજયગુરૂના બૂથ શીવશકિત સ્કુલ યુનિ. રોડ, બૂથ નં. ૧૦૭ માં ૬૯૧ પુરૂષ અને ૬૩૪ સ્ત્રી સહિત કુલ ૧૩રપ મતદારો છે, તેમાંથી ૩૦પ પુરૂષ અને ર૩પ કુલ પપ૦ આસપાસ મતદાન થયાનું સાધનોએ ઉમેર્યુ હતું. (પ-૩ર)

 

(4:33 pm IST)