Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

રાજુભાઈ ધ્રુવે માતા અને ભાઈ સાથે મતદાન કર્યુ

રાજકોટ : ભાજપના પ્રદેશ પ્રવકતા શ્રી રાજુભાઈ ધ્રુવે પરિવારજનો સાથે મતદાન કર્યુ હતું. રાજુભાઈના માતુશ્રી નિર્મળાબેન મનહરલાલ (ઉ.વ.૮૫) કે જેઓને પેરેલીસીસ હોય અને બંને આંખોમાં તકલીફ હોય તેમ છતાં મતદાનનું મહત્વ, લોકશાહી પ્રત્યેની ભાવના અને આદરને કારણે તેમની મતદાન કરવાની ઈચ્છા હોય ડી. એચ. કોલેજ ખાતે મતદાન કર્યુ હતું. તસ્વીરમાં મતદાન કરતાં રાજુભાઈ ધ્રુવ તેમના માતુશ્રી નિર્મળાબેન અને ભાઈ ભરતભાઈ નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(4:32 pm IST)