Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

૮૧ અને ૭૧ વર્ષના પેરાલિસીસગ્રસ્ત વૃધ્ધ બંધુ રમેશભાઇ અને નટુભાઇ પહોંચ્યા મતદાન કરવા

વૈશાલીનગરની કૃષ્ણ વિદ્યાલય ખાતે મતદાન કરી અન્ય મતદારોને પ્રેરણા આપી

મતદાન કરવું એ દરેક મતદારની પવિત્ર ફરજ છે. આમ છતાં અમુક લોકો મતદાન પ્રત્યે ઉદાસીન રહેતાં હોય છે. ત્યારે રૈયા રોડ વૈશાલીનગર-૨માં રહેતાં બે વયોવૃધ્ધ ભાઇઓ રમેશભાઇ કે. સોલંકી (ઉ.૭૪) અને નોૈતમભાઇ કે. સોલંકી (ઉ.૮૧) પોતે પેરેલિસિસગ્રસ્ત હોવા છતાં પોતાના પરિવારજનોને સાથે લઇ કૃષ્ણ વિદ્યાલય ખાતે મતદાન કરવા પહોંચી ગયા હતાં અને મતદાન કરી અન્ય મતદારોને મતદાન કરવું જ જોઇએ તેવો પ્રેરણાદાયી સંદેશો આપ્યો હતો. આ બંને વડિલો પી.એસ.આઇ. આર. આર. સોલંકીના પિતાશ્રી અને મોટાબાપુ થાય છે.

(4:20 pm IST)