Gujarati News

Gujarati News

News of Tuesday, 9th November 2021

આરોગ્ય વિભાગનું ચેકીંગ : ખાણી-પીણીની રેકડીઓ - દુકાનોમાંથી ૪૨ કિલો વાસી અખાદ્ય ચીજોનો નાશ : ડ્રાયફ્રુટના નમૂના લેવાયા

રાજકોટ તા. ૯ : મ.ન.પા. દ્વારા જાહેર આરોગ્ય હિતાર્થે ભગવતિપરા મે. રોડ સ્ટર્લીંગ હોસ્પી. પાસે, સંતકબીર રોડ, રેસકોર્ષ હોકર્સ, ફનવર્લ્ડની બાજુમાં રેંકડી તથા દુકાનોમાં થતા ખાદ્યચીજોની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં કુલ ૧૬ ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવેલ. ચકાસણી દરમ્યાન વાસી બટેટા ૨૫ કિ.ગ્રા., વાસી ખજુર ૨ કિ.ગ્રા., ખજુરની ચટ્ણી ૧૫ લી., કુલ ૪૨ કિ.ગ્રા. સ્થળ પર નાશ કરવામાં આવેલ.

ડ્રાયફ્રુટના નમૂના

ફુડ સેફટી સ્ટાન્ડર્ડ એકટ મુજબ નમૂનાલેવામાંઆવેલજેમાં (૧) કિશમિશ (ડ્રાયફ્રુટ,લુઝ) સ્થળ : સત્યમ મોલ, રોયલ પાર્ક મેઇન રોડ (૨) કિશમિશ (ડ્રાયફ્રુટ,લુઝ) સ્થળ : જે. એસ. ટ્રેડર્સજુનુ માર્કેટીંગ યાર્ડ શોપ નં એ-૫૯, આર.ટી.ઓ. પાસે રાજકોટ સ્થળેથી લીધેલ છે.

વાસી બટેટા ચટણીનો નાશ

રાજકોટ મહાનગરપાલિકાની ફુડ શાખા દ્વારા જાહેર આરોગ્ય હિતાર્થે ભગવતિપરા મે. રોડ , સ્ટર્લીંગ હોસ્પી. પાસે, સંતકબીર રોડ, રેસકોર્ષ હોકર્સ, ફનવર્લ્ડ ની બાજુમાં રેંકડી તથા દુકાનોમાં થતા ખાદ્યચીજોની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં કુલ ૧૬ ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવેલ. ચકાસણી દરમ્યાન વાસી બટેટા ૨૫ કિ.ગ્રા., વાસી ખજુર ૨ કિ.ગ્રા., ખજુરની ચટ્ણી ૧૫ લી. કુલ ૪૨ કિ.ગ્રા. સ્થળ પર નાશ કરવામાં આવેલ.

જેમાં સરસ્વતી પાણીપુરી ભગવતીપરા મેઇન રોડમાંથી વાસી બટેટા ૨૫ કિ.ગ્રા., વાસી ખજુર ૨ કિ.ગ્રા., ખજુરની ચટણી ૧૫ લી. વગેરે અખાદ્ય ચીજોનો નાશ કરાયો હતો.

(3:44 pm IST)