Gujarati News

Gujarati News

News of Tuesday, 9th November 2021

દિવાળીના તહેવારોમાં ફાયરબ્રિગેડ સતત દોડતુ હતું: રહેણાંક - કારખાના સહિત આગના ૪૫ બનાવો

રાજકોટ : દિવાળીના તહેવારો દરમિયાન તા. ૨ થી ૫ નવેમ્બર દરમિયાન આગની ૪૫ ઘટના બની. એચ.જે.સ્ટીલ, શાપર - વેરાવળમાં કારખાના સહિત ઔદ્યોગિક એકમોમાં આગના નાના-મોટા બનાવો, દિવાનપરા, રામનાથપરા, મુંજકા ગામ સહિત ૬ મકાનોમાં આગના બનાવો, જીવરાજ પાર્ક કોલસાના વંડામાં આગ લાગતા ૩૦,૦૦૦નું નુકસાન મોરબી રોડ, કોઠારીયા, જંગલેશ્વર, વિજયપ્લોટ, ગાંધીગ્રામ સહિતના વિસ્તારોમાં ખુલ્લા વંડાઓમાં આગ લાગ્યાની ઘટનાઓ બની. તમામ સ્થળે ફાયરબ્રિગેડ સમયસર પહોંચતા કોઇ ઇજા - જાનહાની કે મોટુ નુકસાન થયું નથી.

(3:43 pm IST)