Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

આજી જીઆઇડીસીમાં બિભત્સ ચેનચાળા કરતો અરવિંદ પકડાયો

થોરાળાની દૂર્ગા શકિત ટીમે કાર્યવાહી કરી

રાજકોટ તા.૯ : આજી જીઆઇડીસી વિસ્તારમાં આનંદનગરના ખુણે ઉભો રહી એક શખ્સ ચેનચાળા કરતો હોઇ થોરાળાની દૂર્ગા શકિત ટીમે પકડી લઇ કાર્યવાહી કરી હતી. પુછતાછમાં પોતાનું નામ અરવિંદ લાલજીભાઇ પરમાર (ઉ.૪૦-રહે. જેતપર બાપા સિતારામની મઢી પાસે તા. મોરબી) જણાવ્યું હતું.  પીઆઇ જી. એમ. હડીયાની રાહબરીમાં દૂર્ગા શકિત ટીના ઇન્ચાર્જ એચ. જી. ગોહિલ, કોન્સ. અમરદિપસિંહ જાડેજા, શિતલબેન મકવાણા સહિતે આ કામગીરી કરી હતી.

(3:58 pm IST)