Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

કાલથી રાજકોટથી નવા અને જૂના બંને બસ સ્ટેન્ડ ઉપરથી ૧૫ એકસ્ટ્રા બસો દોડશે

દિવાળી તહેવાર અનુલક્ષી બસો મૂકવાનું શરૂ : પંચમહાલ - ગોધરા માટે ખાસ એડવાન્સ બુકીંગ

રાજકોટ તા. ૯ : કાલથી ઢેબર રોડ બસ પોર્ટ તથા શાસ્ત્રી મેદાન બસ સ્ટેન્ડ બંન્ને જગ્યા થઈ ને જે તે દિશાના મુસાફરોના ટ્રાફિક અનુસાર એકસ્ટ્રા બસો દિવાળી તહેવાર અનુલક્ષીને દોડશે.

રાજકોટ ડેપોની ૦૮ તથા અન્ય ડેપો જે રાજકોટથી એકસ્ટ્રા કરશે તેવા અન્ય ૦૭ વાહનો સહિત દરરોજ ૧૫ એકસ્ટ્રા બસોનુ આયોજન રાજકોટ વિભાગીય કચેરીના આદેશ અનુસાર થયેલ છે. એકસ્ટ્રા વાહનો પૈકી પંચમહાલના વાહનો એડવાન્સ બુકીંગમાં પણ મળી રહેશે કે જેથી જગ્યા મળી રહે.

આ આયોજન માટે બંને જગ્યાના સુપરવાઇઝરો સવારે ૧૦થી રાત્રે ૨૧ સુધી સતત હાજર રહેશે કે જેથી મુસાફરોને મદદરૂપ થઈ શકે. મર્યાદિત સંખ્યા અનુસાર મુસાફરો માસ્ક સાથે બેસાડવામા આવશે તેવી સુચના પણ જાહેર કરાઇ છે.

(1:06 pm IST)