Gujarati News

Gujarati News

News of Friday, 9th November 2018

વેલનાથપરા ફાયર બ્રિગેડ સામે બાઇક સ્‍લીપ થતાં ૩૫ વર્ષના ગગજીભાઇ ડાભીનું મોત

રાજકોટઃ મોરબી રોડ પર વેલનાથપરામાં પુલ ઉતરતા ફાયર બ્રિગેડ સામે બેસતા વર્ષના દિવસે બાઇક સ્‍લીપ થઇ જતાં મોરબી રોડ જકાતનાકા પાસે સુર્યમુખી હનુમાનજીની બાજુમાં રહેતો ગગજીભાઇ ધનાભાઇ ડાભી (ઉ.૩૫) નામનો યુવાન ગંભીર રીતે ઘાયલ થતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોત નિપજ્‍યું હતું. હોસ્‍પિટલચોકીના એએસઆઇ જગુભા ઝાલા અને રાજદિપસિંહે જાણ કરતાં બી-ડિવીઝનના એએસઆઇ યુ. બી. પવારે જરૂરી કાર્યવાહી કરી હતી. નવા વર્ષના દિવસે જ યુવાનનું મોત નિપજતાં સ્‍વજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી.

(12:32 pm IST)