Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

ભરણપોષણના કેસમાં પત્નીને માસીક રૂ.૧૫ હજાર વચગાળાના ભરણપોષણ પેટે ચુકવવાનો પતિ વિરુદ્ધ હુકમ ફરમાવતી ફેમીલી કોર્ટ

રાજકોટઃ આ  કેસની હકીકત એવી છે કે,આ કામના અરજદાર નશીબાબાનુ વા/ઓ ગુલામ મુસ્તફા કુતુબશા શેખ રહે. રાજકોટવાળાએ પોતાના પતી ગુલામ મુસ્તફા કુતુબશા શેખ એટલે કે સામાવાળા રહે. મું. રાપર તા.રાપર જી.કરછ-ભુજવાળા વીરુધ્ધ ક્રિ.પો.કોડની કલમ ૧૨૫ મુજબ ભરણપોષણ મેળવવા ફેમીલી કોર્ટના લીગલ એઇડના વકીલ અમિત ગડારા મારફત રાજકોટ નામદાર ફેમીલી કોર્ટમા અરજી કરેલ હતી. કેસની વીગત એવી છે કે આ કામના અરજદાર તથા સામાવાળાના  લગ્ન આશરે ૭ વર્ષ પહેલા રાપર મુકામે થયેલા અને સહલગ્નજીવન વીતાવવાની શરુઆત રાપર મુકામે સામાવાળા સાથે સંયુકત કુટુંબમા કરેલી.

લગ્નજીવનના થોડા સમયબાદ સામાવાળા દ્વારા અરજદારને શારીરિક માનસીક ત્રાસ આપવા લાગેલા તેમજ અનેકવાર બંનેના કુટંબીજનો દ્વારા સમાધાન પણ કરવામા આવેલ હોવા છતા સામાવાળાઓના વાણી ,વર્તન,વ્યવહારમા કોઈ પણ જાતનો ફેરફાર પડેલ ન હોય તેથી અરજદાર તેમના પીયર રીસામણે ચાલ્યા ગયેલ હતા. આ સમયગાળા દરમ્યાન સામાવાળા દ્વારા અરજદારના ભરણપોષણની કોઈ જવાબદારી સામાવાળાએ નીભાવી ન હોઇ તેથી અરજદારે નામદાર કોર્ટ સમક્ષ સદરહું કાયદા અન્વયે અરજી કરેલ ત્યારબાદ કોર્ટએ સામવાળાને નોટીસ ઇશ્યુ કરવામા આવેલ અને તેઓ નામદાર કોર્ટ સમક્ષ હાજર થયેલ હતા અને અરજદારની મુળ અરજીના જવાબવાંધા રજુ કરેલ હતા.

અરજદારની વચગાળાની ભરણ પોષણની અરજી. સાંભળવા પર આવેલ તેમાં અરજદારના એડવોકેટ અમીત ગડારાએ દલીલમાં જણાવેલ કે સામાવાળા રાપર મુકામે ચીકન હાઉસની મોટા પાયે દુકાન ચલાવી ચીકનનો વેપાર કરે છે. તેમજ અરજદારની ભરણપોષણ, દવાદારૂના ખર્ચની જવાબદારી અરજદાર જાતે  ભોગવે છે અને સામાવાળાએ આજ દીન સુધી અરજદારના ભરણપોષણ પેટે કોઇ રકમ ચુકવેલ નથી જે અન્વયે અરજદારના એડવોકેટ અમીતે અરજી અન્વયે રેકર્ડ પર રજુ કરેલ દસ્તાવેજી આધારો સંદર્ભેની મૌખીક દલીલો કરીને, અરજદારને ભરણપોષણ ચુકવવા સંદર્ભેની દાદો અપાવવારજુઆતો કરવામાં આવેલ હતી,આમ અરજદારના એડવોકેટ અમીત ગડારાની દલીલો ગ્રાહય રાખી રાજકોટના ફેમીલીકોર્ટ નં.૧ના જ્જ શ્રી ડી.જે.છાટબારે ગત તા.૨૭/૯/૨૦ર૧ના રોજ અરજદારની અરજી મંજુર કરી વચગાળાના ભરણપોષણ પેટે અરજદારને માસીક રકમ રૂા-૧૫ હજાર મુળ અરજીની તારીખથી નિયમીત સામાવાળા પતીએ અરજદારને ચુકવી આપવા તેવો હુકમ આ કામના અરજદારની તરફેણમાં કરેલ હતો.

 આ કેસમાં અરજદાર નશીબાબાનું ગુલાબ મુસ્તફા કુતુબશા શેખ વતી રાજકોટ ફેમીલી કોર્ટના લીગલ એઇડના પેનલ એડવોકેટ અમિત વી ગડારા રોકાયેલ હતા.

(4:08 pm IST)