Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

મોંઘવારીના મારથી પ્રજાની હાલત પણ કંઇક આવી જ થઇ ગઇ છે!!

રાજકોટઃ રાંધણગેસ, પેટ્રોલના બેફામ ભાવ વધારા સામે ગરીબ મધ્યમવર્ગીય પ્રજાને બેવડો માર પડી રહ્યો છે. માંડ માંડ કરીને બે છેડા ભેગા કરતાં પ્રજાજનોની હાલત ઘણીવાર કફોડી થઇ જાય છે. આજે શહેરમાં એનએસયુઆઇ દ્વારા મોંઘવારી-રાંધણગેસ અને પેટ્રોલના ભાવ વધારાના વિરોધમાં યોજાયેલા કાર્યક્રમમાં ત્રણ વ્હીલવાળી માલવાહક સાઇકલમાં ગેસનો બાટલો અને ટુવ્હીલર ચડાવીને આગેવાનો, કાર્યકરો વિરોધ કરવા પહોંચ્યા હતાં. ત્યારે પોલીસ દ્વારા કાર્યકરો-આગેવાનોની અટકાયત કરતી વેળાએ ઝપાઝપી થઇ જતાં અને નાસભાગ મચી જતાં સાઇકલનું આગલુ વ્હીલ વળી ગયું હતું...આ જોઇને લોકોએ કહ્યું હતું કે મોંઘવારીના મારથી અત્યારે પ્રજા પણ આ સાયકલના વ્હીલની જેમ બેવડી વળી ગઇ છે. (ફોટોઃ અશોક બગથરીયા)

(4:01 pm IST)