Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

૭પ લાખની ઠગાઇ-વિશ્વાસઘાતના કેસમાં ડોકટર પુત્રની આગોતરા જામીન અરજી મંજુર

રાજકોટ તા. ૯: ૭પ,૦૦,૦૦૦/- અંકે રૂપિયા પંચોતેર લાખ પુરાની ઠગાઇ કરી છેતરપિંડી, વિશ્વાસઘાત કરવાનાં ગુન્હામાં સંડોવાયેલ ડોકટર પુત્ર જય ગોવાણીનાં જામીન મંજુર કરવાનો કોર્ટે હુકમ કર્યો હતો.

રાજકોટ શહેરમાં રહેતાં ફરિયાદી શૈલેષભાઇ મગનલાલ મણવરે રાજકોટ શહેરમાં રહેતાં (૧) જય ગોપાલભાઇ ગોવાણી અને (ર) ગોપાલભાઇ ગોકળદાસ ગોવાણી એ તેમની પાસેથી તારીખઃ ૧૧/પ/ર૦૧૮ થી અત્યાર સુધીમાં અલગ-અલગ આર્થિક વ્યવહારો કરી ફરિયાદીની પુત્રી ''પાનસી''ને મેડિકલ કોલેજમાં એડમિશન કરાવી અપાવવાનાં બહાને ફરીયાદી શૈલેષભાઇ મગનલાલ મણવર પાસેથી તેમજ અલગ-અલગ સાહેદો અલગ-અલગ તારીખે ૭પ,૦૦,૦૦૦/- અંકે રૂપિયા પંચોતેર લાખ પુરા જેવી માતબર રકમ લઇને ફરિયાદીની દીકરી ''પાનસી'' તથા સાહેદોનાં સંતાનોને મેડિકલ કોલેજમાં એડમિશન અપાવેલ નહીંં અને મેડિકલ કોલેજમાં એડમિશન કરાવી આપના બહાને ફરીયાદી તથા સાહેદો પાસેથી રકમ રૂપિયા ૭પ,૦૦,૦૦૦/- અંકે રૂપિયા પંચોતેર લાખ પુરાં લઇ લીધેલ અને ફરીયાદીની પુત્રી ''પાનસી'' તથા સાહેદોનોનું મેડિકલ કોલેજમાં એડમિશન પણ કરાવેલ નહીં તેમજ તે રકમ રૂપિયા ૭પ,૦૦,૦૦૦/- અંકે રૂપિયા પંચોતેર લાખ પુરાં ફરિયાદી તેમજ સાહેદોને પરત કરેલ નહીં અને ઓળવી જઇ ગંભીર છેતરપિંડી તથા વિશ્વાસઘાત કરી ઠગાઇ કરેલ.

આથી ફરીયાદી શૈલેષભાઇ મગનલાલ મણવર તથા સાહેદોને આ કામના આરોપીઓએ તેમની સાથે ગંભીર છેતરપિંડી તથા વિશ્વાસઘાત કરી ઠગાઇ કરેલ હોવાનું જણાતાં ફરિયાદી એ રાજકોટ શહેરનાં ડી.સી.બી. પો. સ્ટે.માં તારીખ ર૧/૦૭/ર૦ર૧નાં રોજ આરોપીઓ (૧) જય ગોપાલભાઇ ગોવાણી અને (ર) ગોપાલભાઇ ગોકળદાસ ગોવાણી વિરૂધ્ધ આઇ.પી.સી. કલમ ૪૦૬, ૪ર૦, ૧૧૪ મુજબની ફરીયાદ નોંધાવેલ. જ ેથી આ કામનાં આરોપી નં. ૧. જય ગોપાલભાઇ ગોવાણી એ રાજકોટની સેશન્સ અદાલત સમક્ષ તેમનાં વકીલ શ્રી અશ્વિન એ. મહાલિયા મારફત જામીન અરજી કરેલ. જે અરજીની સુનાવણી કરી સેશન્સ જજ શ્રી એન. દવે રાજકોટનાં અરજદાર/આરોપી જય ગોપાલભાઇ ગોવાણીની અરજી મંજુર કરી જય ગોપાલભાઇ ગોવાણીને આગોતરાં જામીન ઉપર મુકત કરવાનો હુકમ ફરમાવેલ છે.

આ કામમાં અરજદાર/આરોપી જય ગોપાલભાઇ ગોવાણી તરફે રાજકોટનાં ધારાશાસ્ત્રી વકિલ શ્રી અશ્વિન એ. મહાલિયા, અમદાવાદનાં ધારાશાસ્ત્રી કે. એસ. વર્મા તથા નિમેશ અગ્રવાલ રોકાયેલ હતાં. 

(3:22 pm IST)